________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૮૦૦
નગર મહત્તરો! તમને અભય છે. તમે શા માટે ક્ષોભ અનુભવો છો? મને વિશ્વાસ છે તમારા પર, કે તમે એકાંતે મારા હિતકારી છો. તમે નિઃશંક બનીને વાત કરો.” - શ્રી રામે મહત્તરોને આશ્વસ્ત કર્યા. વિજયશ્રેષ્ઠીને હવે બોલવા માટે હામ મળી. પોતાની સમગ્ર બુદ્ધિને ભેગી કરી અને તેમણે શ્રી રામે સામે જોયું. શેષ સાતેય મહત્તરો વિજયશ્રેષ્ઠી સામે જોઈ રહ્યા હતા. શ્રી રામે પણ વિજયશ્રેષ્ઠી સામે મીટ માંડી.
“સ્વામિન્, જે નિવેદન કરવા જેવું હોય તે ન કરીએ તો સ્વામીનો દ્રોહ કર્યો ગણાય અને જો કરીએ છીએ તો આપનાથી સાંભળી શકાય એવું નથી. હે નાથ, સમસ્ત અયોધ્યામાં દેવી મૈથિલી માટે પ્રવાદ ફેલાઈ ગયો છે. અલબત્ત દેવી મૈથિલી માટે તે ઘટતો નથી. પરંતુ યુક્તિથી તે ઘટે છે, માટે તે શ્રદ્ધેય બને છે. રાવણે જાનકીનું અપહરણ શા માટે કર્યું હતું? જાનકી સાથે રમણ કરવા! એકલાં જાનકીને તે લંકા લઈ ગયો અને દીર્ઘ સમય જાનકીને ત્યાં રાખ્યાં. અમે એમ કહેવા નથી ચાહતા કે જાનકી રાવણ પ્રત્યે રાગી હતાં, ભલે એ વિરક્ત રહ્યાં હોય, પરંતુ સમજાવટથી કે બલાત્કારથી રાવણે એમના શીલનો ભંગ કર્યો હોવો જોઈએ. કારણ કે રાવણની સ્ત્રી-લોલુપતા જગપ્રસિદ્ધ હતી.'
“હે દશરથનંદન! પ્રજા આ પ્રમાણે બોલી રહી છે, મેં તો તેનો અનુવાદ કર્યો છે, લોકોની ચર્ચા આપની સમક્ષ મૂકી છે. જ્યારે અમે નગરમાં આ ચર્ચા સાંભળી, અમે સ્તબ્ધ બની ગયા, વાતો કરનારાઓ પ્રત્યે ઘોર તિરસ્કાર પેદા થયો, પરંતુ ચારેકોર જ્યારે આ વાતો ચકરાવો લેવા માંડી ત્યારે અમે નગરમહત્તરો ભેગા થયા અને આપની સમક્ષ વાત રજૂ કરી.”
હા, આ પ્રવાદ છે અને પ્રાય:પ્રવાદી લોકનિર્મિતાઃ' વાતો લોકોમાંથી થતી હોય છે, પરંતુ આ પ્રવાદ યુક્તિયુક્ત છે. આપે સહન શા માટે કરવો જોઈએ? જન્મથી આજસુધી મેળવેલી કીર્તિને શા માટે કલંકિત કરવી જોઈએ? આ દેવી સીતા અંગેનો પ્રવાદ સહી લઈને આપ કીર્તિને કલંકિત ન કરશો. હે દેવ, અમે આપને વિશેષ શું કહીએ?'
વિજય શ્રેષ્ઠીને જે કહેવું હતું તે કહી દીધું, એકધારું કહી દીધું. અન્ય મહત્તરો કંપી રહ્યા હતા. શ્રી રામના ઘરની આવી વાત કરવાનું સાહસ શું પરિણામ લાવે એ કલ્પનાથી ધ્રૂજી રહ્યા હતા. વિજયની વાતો શ્રી રામે ધ્યાનપૂર્વક સાંભળી. જેમ જેમ તેઓ સાંભળતા ગયા, દુઃખના ભારથી દબાતા ગયા. “સીતા
For Private And Personal Use Only