________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈર્ષાની આગ
૭૯૫ ભાવપૂર્વક પૂજન કર્યું. પૂજનવિધિ પૂર્ણ થયા પછી, શ્રીરામ સીતા સાથે પરિવાર સહિત મહેન્દ્ર-ઉદ્યાનમાં જવા નીકળ્યા. અયોધ્યાની પ્રજા વસંત ઉત્સવ ઊજવી રહી હતી. એ વસંત ઉત્સવમાં કેવળ ઇન્દ્રિયોનાં વિષયોની ક્રીડા ન હતી. એ વસંતઉત્સવનું કેન્દ્ર હતું વીતરાગ પરમાત્માની ભક્તિ!
શ્રી રામે અયોધ્યાને ઉત્સવમાં લીન જોઈ. બીજી બાજુ સીતાજી બોલી ઊઠ્યાં : “નાથ, મારી દક્ષિણ ચક્ષુ સ્કુરાયમાન થાય છે.”
એ શુભ ન કહેવાય...' શ્રી રામ સીતા સામે જોઈને બોલ્યા. “તો શું હજુ દુષ્ટ ભાગ્ય મારા રાક્ષસદ્વીપ-નિવાસથી સંતુષ્ટ થયું નથી? આપના વિયોગમાંથી પેદા થતા દુઃખથી પણ વધુ દારુણ દુઃખ શું એ આપશે? દક્ષિણ-નયન નહીંતર હુરે શાનું?”
સીતાજીનું મુખ ચિંતાથી પ્લાન થઈ ગયું. તેમની ભયભીત આંખો શ્રી રામ તરફ મંડાઈ.
“દેવી” ખેદ ન કરો, સુખ અને દુઃખ કર્માધીન છે, એ અવશ્ય ભોગવવાં જ પડે છે. જો અશુભ કર્મ ઉદયમાં આવવાનું હશે તો કોણ રોકી શકશે?”
મારું મન અસ્વસ્થતા અનુભવે છે.'
તમે મહેલમાં જાઓ, પરમાત્માનું પૂજન કરો. સુપાત્ર દાન આપો. આપત્તિમાં ધર્મ જ શરણ આપે છે. ધર્મ જ રક્ષા કરે છે.
સીતાજી પરિચારિકા સાથે રથમાં બેસી, પોતાના મહેલમાં આવ્યાં. પોતાના મન ઉપર સંયમ રાખી, તેમણે પરમાત્માપૂજન કર્યું અને દાન આપવા માંડ્યું. ભાવિ ભય સામે એમણે આધ્યાત્મિક માર્ગે ઝઝૂમવા માંડ્યું. ‘કયું દુ:ખ આવી પડશે?' એનો કોઈ જ અણસાર મળતો નથી!
શ્રીદામા અને રતિનિભાએ ધ્યાન આપવા માંડ્યું હતું કે શ્રી રામ સીતા પ્રત્યે પૂર્વવત્ સ્નેહથી વર્તે છે કે કંઈ પરિવર્તન આવે છે. પરંતુ વસંતઉત્સવમાં સીતા સાથે જ્યારે શ્રી રામ મહેન્દ્ર ઉદ્યાને ગયા ત્યારે શ્રીદામાની આંખો પહોળી થઈ ગઈ. આંખોમાંથી આગના ભડકા નીકળવા લાગ્યા! એણે બે હાથ ઘસ્યા, દાંત કચકચાવ્યા અને પગ પછાડ્યા. શ્રીદામા રતિનિભાના મહેલે ગઈ. રતિનિભા પણ એવી જ અસ્વસ્થ હતી.
For Private And Personal Use Only