________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈર્ષાની આગ
૭૯૩ ઠાવકા મોઢે કહાં અને ઝડપથી તે બહાર નીકળી ગઈ. એની પાછળ રતિનિભા અને પ્રભાવતી પણ ચાલી ગઈ. સીતાજી અપરાજિતાના મહેલે જવા નીકળ્યાં. ત્રણેય રાણીઓ પ્રભાવતીના મહેલમાં ભેગી થઈ. શ્રીદામા પ્રભાવતીના ગળે વીંટળાઈ ગઈ. તેના આનંદની સીમા ન હતી! આપણી યોજના સફળ!' મહાદેવી કેટલાં સરળ! પ્રભાવતી બોલી.' એ તો આપણે પાસો જ એવો ફેંક્યો કે ફસાઈ જ જાય!' રતિનિભા બોલી.
હવે આપણે ત્રણેય એ મળીને સ્વામીનાથ આગળ વાત મૂકવાની છે, એવી રીતે કે મૈથિલી ઉપરનો એમનો સ્નેહ ઓગળી જ જાય!” શ્રીદામાએ કહ્યું.
સાચી વાત છે!' પ્રભાવતી બોલી. કેટલીક વિચારણા કરી, ત્રણેય રાણીઓ શ્રી રામ પાસે પહોંચી.
અમારી એક વાત માનશો?' “એક જ શા માટે ? અનેક!” અમે ખોટું નથી કહેતાં, તદ્દન સત્ય.” મેં ક્યાં કહ્યું કે તમે ખોટું બોલશો.” ના, પણ તમને અમારા પર પ્રેમ જ ક્યાં છે?' પ્રેમ છે, છતાં જો નથી તો એ મારે કેવી રીતે સમજાવવું?”
શ્રી રામ પ્રભાવતીના મહેલે પધાર્યા હતા. ત્યાં રતિનિભા અને શ્રીદામા પણ પહોંચી ગઈ હતી. શ્રી રામ સાથે પ્રભાવતીની ઉપર મુજબ વર્તાલાપ થયો, ત્યાં શ્રીદામાએ વાર્તાલાપમાં પ્રવેશ કર્યો.
“હે સ્વામીનાથ, ભલે અમે તમને એટલી પ્રિય ન હોઈએ પણ અમને તો તમે અંતરથી પ્રિય છો, એટલે તમારું અહિત અમારાથી...,' શ્રીદામાની આંખો ભરાઈ આવી, તે બોલી ન શકી.
આપનું અહિત થતું હોય તો તો અમારે કહેવું જોઈએ ને?' રતિનિભાએ વાક્ય પૂરું કર્યું.
‘તમે કહી શકો છો. હું સાંભળીશ.”
‘તો જુઓ આ, શ્રીદામાએ દશમુખ રાવણના પંજાનું ચિત્ર બતાવ્યું. શ્રીરામ ચિત્ર જોઈ રહ્યા. તેમણે પૂછ્યું : “આ કોના પંજા છે ને આમાં શું રહસ્ય સમાયેલું છે?'
For Private And Personal Use Only