________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૧
ઈર્ષાની આગ અમલ કરવાનું કહ્યું. પ્રભાવતીએ પોતાની સંમતિ આપી અને શ્રીદામાં ત્યાંથી પોતાના મહેલે જવા નીકળી ગઈ,
સીતાજીનો મહેલ. મધ્યાહ્નો સમય. સીતાજી પર્યકમાં બેઠાં હતાં. પશ્ચિમ અને દક્ષિણની વાતાયનોમાંથી ખુશનુમા હવા વહી રહી હતી. અયોધ્યાની સ્વરકિન્નરી નગરવધૂ સીતાજીના મનને ગીત-સંગીતમાં લીન કરી હતી. ત્યાં શયનખંડમાં પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામાએ પ્રવેશ કર્યો. સીતાજીએ ત્રણેયને આવકાર આપ્યો અને પરિચારિકાએ પલંગ પાસે જ ત્રણ સુખાસનો ગોઠવી દીધાં. ત્રણેય રાણીઓ સુખાસનો પર ગોઠવાઈ ગઈ. શ્રીદામાએ નગરવધૂ સામે જોઈ, ઇશારાથી સૂચવ્યું કે તે તેનો કાર્યક્રમ ચાલુ રાખે, પરંતુ સીતાજીએ કહ્યું :
અલ, હવે કાલે આવજે.' શોક્ય રાણીઓ સામે જોઈ, સીતાજીએ કહ્યું :
બે કલાકથી સાંભળું છું. હવે આપણે વાત કરીશું. તેને જવા દો.નગરવધૂએ પ્રણામ કરી વિદાય લીધી. પ્રભાવતીએ સીતાજીને પૂછયું :
તમને કુશળ છે ને?”
ધર્મના પ્રભાવે ને સ્વામીનાથની કૃપાથી કુશળતા છે.' સીતાએ પ્રત્યુત્તર આપ્યો.
મહાદેવી, આપના ભાગ્યની અવધિ નથી,' રતિનિભા બોલી. ‘ભાગ્ય નિયત પણ નથી ને! ક્યારે સદ્ભાગ્ય તો ક્યારેક દુર્ભાગ્ય!' “સાચી વાત છે મહાદેવની. જુઓને, કે જંગલમાંથી રાવણ તમને ઉપાડી જ ગયો હતો.” શ્રીદામાએ રતિનિભાની સામે જોયું અને સીતાજીના ભૂતકાલીન જીવનની દુર્ઘટના પ્રત્યે સહાનુભૂતિ બતાવવાનો પ્રયાસ કર્યો. ‘પણ મહાદેવી, એક વાત કહું? જો ખોટું ન લગાડો તો.”રતિનિભા બોલી.
બોલોને! વિનોદમાં વળી ખોટું શું લગાડવાનું હોય? સીતાજી ટટ્ટાર બેસતાં બોલ્યાં.
‘વારુ, વનવાસ એ દુર્ભાગ્ય, રાવણ ઉપાડી ગયો એ દુર્ભાગ્ય, પણ એ વનવાસમાં જે જોવા-જાણવા મળ્યું, જે ભવ્ય લંકા જોવા મળી, દશમુખ રાવણ જોવા મળ્યો, એ તો સદ્ભાગ્ય ખરુંને?” હસતાં મુખડે રતિનિભા બોલી.
બહેન, મારે મન એ બધું તુચ્છ હતું, મને એ બધું જોવા જાણવાના બહુ કોડ પણ ન હતા. મારે મન તો આર્યપુત્રનું સાંનિધ્ય જ મોટો ભાગ્યોદય હતો!
For Private And Personal Use Only