________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
જૈન રામાયણ રાણી પ્રભાવતીના મહેલમાં રતિનિભા અને શ્રીદામાં પહોંચી.
આજે શ્રીદામા એક અસરકારક યોજના લઈને આવી હતી. પ્રભાવતીએ રતિનિભા અને શ્રીદામાને આવકાર આપ્યો. શ્રીદામા બોલી :
સમય વિતતો ન હર્તા અને સમાચાર મળ્યા કે પ્રાણનાથ તો એમની પ્રાણપ્રિયા સાથે ઉદ્યાનમાં પધાર્યા છે, એટલે મનમાં થયું કે તમારા મહેલે જઈ આવું. રસ્તામાં રતિનિભા પણ મળી ગયાં.”
તમારું સ્વાગત હો, મને આનંદ થયો, તમારા સાંન્નિધ્યમાં સમય પણ સારો પસાર થાય છે.' પ્રભાવતીએ ઔચિત્ય પ્રદર્શિત કર્યું. શ્રીદામાં પ્રભાવતીની દૃષ્ટિમાં છવાયેલી ઉદાસીનતા વાંચતી હતી. રતિનિભા વાતાયનમાંથી નગર તરફ જોઈ રહી હતી. થોડી ક્ષણો મૌનમાં પસાર થઈ, ત્યાં પરિચારિકા ખાદ્ય અને પેય પદાર્થો લઈને ખંડમાં પ્રવેશી. ત્રણેયે એને ન્યાય આપવાનો શરૂ કર્યો. પરિચારિકા ચાલી ગઈ.
ખરેખર ભાગ્યશાળી તે મૈથિલી છે હોં!' શ્રીદામાએ વાત મૂકી.
સ્વામીનાથ મૈથિલી વિના એક ક્ષણ પણ ન રહી શકે!' રતિનિભાએ શ્રીદામા સામે જોઈ સ્મિત કર્યું. એ સ્મિતમાં કડવાશભર્યો કટાક્ષ હતો. શ્રીદામા તરત બોલી,
“હવે એ પરિસ્થિતિ બદલવી પડશે. શું સીતા જ રાણી છે? આપણે નથી? આપણે એ જ વિચારવું છે કે પતિદેવનો સ્નેહ સીતા પરથી કેમ ઓછો થાય!'
શ્રીદામાએ પ્રભાવતી સામે જોયું. પ્રભાવતીની દૃષ્ટિ જમીન સાથે જડાઈ હતી. તેના મુખ પર ગંભીરતા અને ખિન્નતા હતી. શ્રીદામાની વાત તે સાંભળતી હતી, પરંતુ એ વાતોમાં એને જાણે રુચિ ન હોય તેમ લાગતું હતું. રતિનિભાએ વાતને લંબાવવા કહ્યું :
શ્રીદામાં, તમને કોઈ ઉપાય સૂઝે છે ખરો કે જેથી મૈથિલી પર પતિદેવનો નેહ ઓછો થાય?' “હા, મને એક ઉપાય સૂઝયો છે!”
શું?” રતિનિભાની ઉત્કંઠા વધી ગઈ. પ્રભાવતીએ પણ શ્રીદામા સામે જોયું. એની દૃષ્ટિમાં શ્રીદામાની યોજના જાણવાની જિજ્ઞાસા દેખાઈ. શ્રીદામાએ ઊભા થઈને ખંડનાં કારો બંધ કર્યા અને ખૂબ ધીમા સ્વરે તેણે પોતાની યોજના પ્રભાવતી અને રતિનિભાને સમજાવી. રતિનિભા તો પ્રસન્ન થઈ ગઈ.પ્રભાવતી મૌન રહી. પરંતુ શ્રીદામાએ પ્રભાવતીની પૂર્ણ સંમતિ મળે તો જ યોજનાનો
For Private And Personal Use Only