________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૮
જૈન રામાયણ વાસુદેવને એનું પુણ્ય ભોગવવું જ પડે ને પાપ બાંધવું પડે! આ પ્રકૃતિનો નિયમ છે. શાશ્વતુ અને સજ્જડ! કોઈનો બનાવેલો આ નિયમ નથી. પુણ્યના ઉદયથી મળતાં સુખો બે પ્રકારનાં હોય છે: (૧) સુખ ભોગવો અને પુણ્ય બાંધો. (૨) સુખ ભોગવો અને પાપ બાંધો!
વાસુદેવને પ્રબળ પુણ્યના ઉદયથી સુખ મળે. વાસુદેવ તે ભોગવે અને પાપો બાંધે! દુનિયાને તો એનું સુખ જ દેખાય! સુખના ઉપભોગથી બંધાતું પાપ દુનિયાને ન દેખાય! એ તો કેવળજ્ઞાની જુએ.
લક્ષ્મણજીને ૧૬ હજાર રાણી હતી. તેમાં આઠ પટરાણીઓ હતી. “વિશલ્યાનું સ્થાન પ્રથમ હતું. તે સિવાય રૂપવતી, વનમાલા, કલ્યાણમાલિકા, રત્નમાલિકા, જિતપદ્મા, અભયવતી અને મનોરમાં હતી. આ આઠેય પટરાણીઓને એક એક પુત્રની પ્રાપ્તિ થઈ. વિશલ્યાનો શ્રીધર, રૂપવતીનો પૃથ્વીતિલક, વનમાલાનો અર્જુન, જિતપમાન શ્રીકેશી, કલ્યાણમાલાનો મંગલ, મનોરમાનો સુપાર્શ્વકીર્તિ, રતિમાલાનો વિમલ, અભયવતીનો સત્યકીર્તિ.
આ આઠ રાણીઓ સિવાયની રાણીઓને પણ સંતાન હતાં. બધા થઈને ૨૫૦ પુત્રો હતા.
શ્રી રામ! શ્રી રામ હતા “બળદેવ.”
એ પણ મહાન પુણ્યના સ્વામી હતા. એમને પણ પુણ્યના ઉદયથી સુખ ભોગવવાં જ પડે. એમનાં સુખ જુદાં! એમની સુખ ભોગવવાની રીત જુદી! એ સુખ ભોગવે પણ એવું પાપ ન બાંધે કે જે પાપ ભવમાં ભટકાવે! જે પાપના ઉદય ભોગવવા ન પડે! “શ્રી રામને ચાર રાણી હતી. સીતાજી, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા.
શ્રી રામને મન સીતા પ્રાણથી પણ અધિક પ્રિય હતાં. બીજી રાણીઓને પણ શ્રીરામ સ્નેહ આપતા હતા, પરંતુ તે છતાંય ય સીતાજીને મળતા પ્રેમે બીજી રાણીઓમાં ઈર્ષ્યા તો પ્રગટાવી જ હતી. આ પણ સંસારની એક ખાસિયત છે!
* रामस्यासन् महादेवव्यश्चतस्त्रस्तत्र मैथिली। प्राभावती रतिनभा श्रीदामा तु चतुर्थिका ।।२५६ ।।।
- ત્રિષ્ટિશા ના વાપુરુષવરિત્ર [પર્વ-૭, સર્ગ-૮]
For Private And Personal Use Only