________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બલદેવ-વાસુદેવ
૭૮૭ પ્રશસ્ત મુહૂર્તે શ્રીરામ સાથે લક્ષ્મણજીએ અવકાશયાનોમાં વૈતાઢચપર્વત તરફ પ્રયાણ ક્યું. રત્નપુરનગર અયોધ્યાના સૈન્યથી ઘેરાઈ ગયું. લક્ષ્મણજીએ રત્નરથને સંદેશ મોકલ્યો.
વાસુદેવ લક્ષ્મણ તમારી કન્યા મનોરમા સાથે પાણિગ્રહણ કરવા ચાહે છે. જો તમે માની જાઓ તો યુદ્ધ કરવું નથી, નહીંતર યુદ્ધ અનિવાર્ય છે.”
રાજા રત્નારથે લક્ષ્મણના સંદેશને અવગણ્યો ને લક્ષ્મણજી સામે યુદ્ધે ચડ્યા, પરંતુ એ યુદ્ધ એક દિવસ કે એક પ્રહર પણ ન ચાલ્યું. લક્ષ્મણજીએ જોતજોતામાં રત્નરથ પર વિજય મેળવી, રત્નરથને બંદી બનાવી લીધા.
લક્ષ્મણજીએ નગરમાં વિજય પ્રવેશ કર્યો. રાજા રત્નરથને બંધનમુક્ત કરી, સન્માનપૂર્વક લક્ષ્મણજીએ કહ્યું : “રાજન તમે મનોરમાને તમારી સમક્ષ બોલાવો, જો એની ઇચ્છા મારી સાથે પાણિગ્રહણ કરવાની થશે તો જ હું પાણિગ્રહણ કરીશ.”
રાજા રત્નરશે લક્ષ્મણજીને પ્રથમવાર જ જોયા! લક્ષ્મણજીનું અનુપમ રૂપ અને અપૂર્વ યુદ્ધકૌશલ જોઈને એમણે મનોમન નિર્ણય કરી જ લીધો હતો કે મનોરમા લક્ષ્મણજીને જ યોગ્ય છે!' મનોરમાને બોલાવવામાં આવી. લજ્જા કે સંકોચથી તેણે આવીને શ્રી રામને પ્રણામ કર્યા. લક્ષ્મણજીને જોતાં જ એણે રોમાંચ અનુભવ્યો. રત્નાથે કહ્યું : “બેટી, આ શ્રી લક્ષ્મણ છે. હું ચાહું છું કે તારું એ પાણિગ્રહણ કરે.'
મનોરમાએ ખૂબ સંકોચ સાથે કહ્યું : “જેવી પિતાજીની આજ્ઞા. હું એમને જોતાં જ મનથી વરી ચૂકી છું.' : રાજમહેલમાં આનંદ છવાઈ ગયો. રત્નરથે શ્રી રામને પ્રાર્થના કરી : “હે મહાપુરુષ, આપ મારા પર કૃપા કરી, મારી બીજી પુત્રી શ્રીદામાનું પાણિગ્રહણ કરી, મને કૃતાર્થ કરો. શ્રી રામે મૌનપણે રાજાની પ્રાર્થના સ્વીકારી.
રત્નપુરનગર લગ્નોત્સવથી હર્ષવિભોર બની ગયું. થોડા જ સમય પૂર્વે, યુદ્ધની ભયાનકતાથી ફફડી રહેલું, નગર નૂતન વર્ષથી નાચી ઊઠ્ય, નગરના હજારો સ્ત્રી-પુરુષો શ્રીરામ-લક્ષ્મણનાં દર્શન કરવા ઊમટી પડ્યાં. નગરની સ્ત્રીઓ શ્રીદામા અને મનોરમાને લાખ-લાખ અભિનંદન આપવા લાગી : ધન્ય છો તમે, આવા વર તમને મળ્યા!” ખૂબ ધામધૂમથી લગ્નોત્સવ ઊજવાઈ ગયો.
અહીં વૈતાઢય પર આવ્યા છીએ તો વૈતાઢચ પર વિજય મેળવતા જ જઈએ.' એમ વિચારી શ્રીરામ-લક્ષ્મણે વૈતાઢયના દક્ષિણ વિભાગમાં યુદ્ધપાત્રા કરી, વિજયમાળા પહેરી અને શ્રીદામા-મનોરમા સાથે અયોધ્યા પાછા વળ્યા.
લક્ષ્મણજી “વાસુદેવ' હતા.
For Private And Personal Use Only