________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
c9. ઈર્ષાની આગ
સીતાજીએ ઋતુસ્નાન કરેલું હતું. નિશાના અંતિમ પ્રહરમાં તેમણે એક સ્વપ્ન જોયું.
બે અષ્ટાપદ વિમાનમાંથી ચવ્યાં અને પોતાના મુખમાં પ્રવેશ્યાં. સીતાજીએ શ્રીરામને સ્વપ્નની વાત કરી. શ્રી રામે કહ્યું : તું બે વીર પુત્રોની માતા થઈશ, પરંતુ અષ્ટાપદોનું વિમાનમાંથી અવન થવું, મારા મનને આનંદિત કરતું નથી.”
સીતાજી બોલ્યાં : “ધર્મના પ્રભાવે અને આપના પ્રભાવે હે નાથ, બધું સારું શુભ થશે!' સીતાજીએ ગર્ભ ધારણ કર્યો હતો; ખૂબ કાળજીપૂર્વક ગર્ભનું પાલન કરતાં હતાં. આમેય શ્રી રામને સીતા પ્રાણથી પણ અધિક પ્રિય હતાં. ગર્ભવતી સીતા તેથી પણ અધિક પ્રિય બની ગયાં.
સીતાને રામનો પ્રેમ તો અખૂટ મળ્યો પરંતુ બીજી રાણીઓનો પ્રેમ સુકાઈ ગયો! તેમને એમ લાગવા માંડ્યું કે અમારા રામને એકલી સીતાએ જકડી લીધા છે, સીતાની પાછળ જ રામ ઘેલા બન્યા છે. ત્રણેય રાણી ભેગી થાય છે અને જુદી જુદી યોજના વિચારે છે, રામને સીતાથી વિખૂટા પાડવાની! તો જ એમને રામ મળે ને? આ છે સંસાર! બીજાના સુખને તોડીને પોતાનું સુખ બનાવવું બીજાને દુઃખી કરીને પોતાની જાતને સુખી બનાવવી! બીજી રાણીઓને રામના પ્રેમનું સુખ ઓછું પડતું હતું. “સીતાને અમારા કરતાં વધુ સુખ, પતિનો વધુ પ્રેમ કેમ મળે?” આ ઈર્ષ્યા સતાવતી હતી. સીતાના સુખને ઝૂંટવીને પણ એમને સુખ મેળવવું હતું. તે રાણીઓ સીતા સાથે હસીને બોલતી હતી પણ એમનું હૃદય હસતું ન હતું. તે રાણીઓ સીતાની પ્રશંસા કરતી હતી પરંતુ એમનું હૃદય બળતું હતું.
સરળ સીતા! શ્રીરામના અપાર સ્નેહ-સાગરમાં ડૂબી ગયેલાં સીતાને પોતાની શોર્મ રાણીઓનાં મનમાં દુઃખ ક્યાંથી દેખાય!! એ રાણીઓને પણ પોતાના જેવી જ સુખી તે જતાં હતાં. એટલું જ નહીં, પરંતુ પોતાની બહેન કરતાં પણ અધિક સ્નેહ આપતાં હતાં. તેમને એ “બહેનોની કપટ-લીલાની કલ્પના પણ આવે એમ ન હતું. “હવે મારા ભાગ્યમાં દુ:ખ નથી.' જાણે આવી જ કલ્પના કરીને જીવન જીવતાં હોય, એવી એમના મનની સ્થિતિ હતી.
શ્રી રામ સીતાજીને લઈ ઉદ્યાનમાં ગયા હતા.
For Private And Personal Use Only