________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુઘ્નનો પૂર્વભવ
૭૮૫ હે મુનિ ભગવંતો, હું અભાગી અયોધ્યાથી આવું છું. આપ પારણા પ્રસંગે મારા ઘેર પધારેલા ત્યારે મેં આપનો તિરસ્કાર કરેલો, આપના માટે મનમાં ઘણી ખોટી કલ્પનાઓ કરેલી, પછીથી મને અયોધ્યામાં બિરાજતા આચાર્યદેવ ઘુતિ પાસેથી આપનો પરિચય મળ્યો. મેં ઘોર પાપ બાંધ્યું છે. પ્રભુ, મને ક્ષમા આપી પાપ-મુક્ત કરો.' સપ્તર્ષિએ શેઠને આશ્વાસન આપ્યું. શેઠ અયોધ્યા ચાલ્યા ગયા. સપ્તર્ષિના પુણ્યપ્રભાવે મથુરા રોગમુક્ત બની ગઈ છે.” આ સમાચાર મળતાં જ શત્રુઘ્ન મથુરા આવી ગયા અને સીધા સપ્તર્ષિના ચરણે વંદન કરવા ગયા. એણે પોતાને ત્યાં ભિક્ષા માટે વિનંતી કરી પરંતુ, “રાજપિંડ અમને ન ખપે.' એમ કહી સપ્તર્ષિએ ના પાડી. ત્યારે શત્રુધ્ધે કહ્યું : “આપ મારા પરમ ઉપકારી છો, આપના પ્રભાવથી મારો દેશ નિરુપદ્રવ થયો છે, આપ અહીં લોકોના હિત માટે રોકાઓ.”
પરંતુ મુનિઓ ન રોકાયા. શત્રુઘ્નને કહ્યું : “ઘેર ઘેર જિનપ્રતિમા સ્થાપન કર, જેથી આ નગરમાં કોઈ વ્યાધિ નહીં થાય.” આટલું કહીં મુનિવરો આકાશમાર્ગે ચાલ્યા ગયા. શત્રુઘ્ન મથુરાના પહાડની ચારેય દિશાઓમાં સપ્તર્ષિઓની રત્નમય પ્રતિમાઓ સ્થાપી.
For Private And Personal Use Only