________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શત્રુદનનો પૂર્વભવ
૭૮૩
‘પ્રભો! મથુરામાં ચમરેન્દ્ર જે રોગ ફેલાવ્યો છે તેનું શમન કેવી રીતે થશે?' ‘હે દશરથનંદન! સપ્તર્ષિના પ્રભાવે એ રોગોનું શમન થશે અને અલ્પ સમયમાં તને શુભ સમાચાર મળશે, પછી તું મથુરા જઈ શકીશ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુઘ્નને આનંદ થયો. ત્રણેય ભાઈઓ રાજમહેલમાં આવ્યા. શત્રુઘ્ને કૌશલ્યા, સુમિત્રા તથા સુપ્રભાને મથુરાવિજયનો વૃત્તાંત સંભળાવ્યો અને ચમરેન્દ્ર ફેલાવેલા રોગની પણ વાત કરી, માતાઓએ શત્રુઘ્નને મથુરા નહીં જવા માટે કહ્યું. શત્રુઘ્ને અયોધ્યામાં નિવાસ કર્યો,
પ્રભાપુર નગર.
શ્રીનંદન રાજા અને ધારિણી રાણી.
રાણીએ ક્રમશઃ સાત પુત્રને જન્મ આપ્યો.
એ રાજકુમારોનાં નામ હતાં, સુરનન્દ, શ્રીનન્દ, શ્રીતિલક, સર્વસુંદર, જયંત, અમર અને જયમિત્ર. જ્યારે આઠમો પુત્ર જન્મ્યો, એક મહિનાનો થયો, રાજા શ્રીનંદને સાતે પુત્રો સાથે ચારિત્ર લીધું. ‘પ્રીતિકર' નામના મહામુનિનાં ચરણોમાં આરાધના કરીને રાજા શ્રીનંદન મોક્ષે ગયા.
સાત રાજકુમાર મુનિવરોએ તપશ્ચર્યાના પ્રભાવે ‘જંઘાચારણ-લબ્ધિ’ પ્રાપ્ત કરી, હવે તેઓ આકાશમાર્ગે જ ગમનાગમન કરવા લાગ્યા.
સાતેય મુનિવરો વિહરતા મથુરા પધાર્યા. વર્ષાકાળ હતો તેથી મથુરા પાસેના પહાડની ગુફામાં સાતેય મુનિવરોએ નિવાસ કર્યો. ક્યારેક બે ઉપવાસ તો ક્યારેક ત્રણ ઉપવાસ! ક્યારેક આઠ ઉપવાસ તો ક્યારેક મહિનાના ઉપવાસ સાતેય મુનિવરો તપશ્ચર્યા કરે અને આકાશમાર્ગે દૂર દેશમાં જઈને પારણું કરે! પારણું કરીને પાછા મથુરાની પર્વતગુફામાં આવી જાય.
આ મુનિવરોના તપઃપ્રભાવથી મથુરાની પ્રજા રોગમુક્ત થઈ ગઈ! ચમરેન્દ્રનો પ્રભાવ ઓગળી ગયો. મુનિવરોનો પ્રભાવ ફેલાઈ ગયો. દેવ ઉપર માનવે વિજય મેળવ્યો!
એક દિવસ સાતે ય મુનિવરો તપશ્ચર્યાનું પારણું કરવા અયોધ્યા પહોંચ્યા. તેઓએ અયોધ્યામાં અર્હદૂદત્ત શેઠની હવેલીમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો. અર્હદત્ત શેઠ વર્ષાકાળમાં આવી ચઢેલા મુનિવરોને જોઈ વિચારમાં પડી ગયા, ‘વર્ષાકાળમાં વિહાર કરીને આવનારા આ મુનિ કેવા!! આ મુનિ અહીંના તો નથી જ. જરૂર વૈષધારી પાખંડી જ લાગે છે. તેમને પૂછી લઉં, ના રે ના, આવા પાખંડીઓ
For Private And Personal Use Only