________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ “શત્રુઘ્ન' તને કયો દેશ-પ્રદેશ ગમે છે? કહે, તું માગે તે દેશ-પ્રદેશ તને આપું.” શત્રુઘ્ન વિચારમાં પડી ગયા. શ્રી રામે પુનઃ પૂછયું : કેમ? બોલ, તને કયો દેશ આપું?' શત્રુઘ્ન બોલ્યા : “મથુરાનું રાજ્ય.”
મથુરા? શત્રુઘ્ન, મથુરા દુઃસાધ્યા છે, એ તું જાણે છે? મથુરાના રાજા મધુ પાસે શૂળ નામનું અસ્ત્ર છે. પૂર્વભવના એના મિત્ર અમરેન્દ્ર એને આપેલું છે. એ અસ્ત્રની ખૂબી એ છે કે એ જે શત્રુસૈન્ય તરફ “શૂળ' ફેંકે છે તે શત્રુસૈન્યનો સંહાર કરીને જ પાછું આવે છે!” શ્રી રામે લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજી ગંભીરતાથી વિચારી રહ્યા હતા.
મધુ રાજ્યાભિષેક-મહોત્સવમાં પણ આવ્યો ન હતો. અયોધ્યાની આણ સ્વીકારવા તૈયાર ન હતો. શ્રી રામની ઇચ્છા મધુને છંછેડવાની ન હતી, પરંતુ શત્રુને મથુરાના રાજ્યની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીરામ ગંભીર વિચારમાં પડી ગયા. શત્રુન બોલ્યા : “હ આર્યપુત્ર, હું કોનો ભ્રાતા છું? જેમણે રાક્ષસદ્વીપ પર વિજય મેળવ્યો અને લંકાપતિ જેવાને રણમાં રોળ્યો છે એવા શ્રી રામલક્ષ્મણનો હું ભ્રાતા છું. યુદ્ધમાં શત્રુની કોણ રક્ષા કરનાર છે? આપ કૃપા કરીને મને-મથુરાનું રાજ્ય આપો. હું મધુનો પ્રતિકાર કરીશ.”
શત્રુઘ્નનો અતિ આગ્રહ જોઈને શ્રી રામે એને મધ સાથે યુદ્ધ કરવાની સંમતિ આપી. સાથે જ તેને યુદ્ધનીતિ પણ સમજાવી, અપરાજિત એવાં ધનુષ-બાણ આપ્યાં અને યુદ્ધ-વિશારદ સેનાપતિ કૃતાન્તવદનની સહાય આપી.
શત્રુને લક્ષ્મણજીના ચરણે પ્રણામ કરી, આશીર્વાદ માગ્યા. લક્ષ્મણજીએ એને “શિલિલેખ, “અગ્નિમુખ” અને “અવાવર્ત' નામનાં ધનુષ-બાણ આપ્યાં અને આશીર્વાદ આપતાં કહ્યું : “વત્સ, તું વિજયી બનજે.'
રાજસભાનું વિસર્જન થયા પછી, શત્રુઘ્ન માતાઓ પાસે ગયા. માતાઓએ શત્રુઘ્નને આશીર્વાદ આપ્યા. શત્રુઘ્ન મથુરા-વિજય કરવા થનગની ઊઠ્યા. એમના જીવનનું આ પ્રથમ મહાયુદ્ધ હતું. મધુ જેવા સમર્થ રાજા સામે સંગ્રામ ખેલવાનો હતો.
યુદ્ધની પૂર્વતૈયારીઓ સંપૂર્ણ થઈ. સેનાપતિ કૃતાન્તવદને શત્રુઘ્ન સાથે બેસીને, યુદ્ધની સમગ્ર વ્યુહરચના ઘડી. યુદ્ધપ્રયાણનો મંગલ દિવસ પણ નક્કી થયો. આ બધું એટલું ઝડપી અને ગુપ્ત થયું કે મથુરાને જરા પણ ગંધ ન આવી.
For Private And Personal Use Only