________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુદનનો મથુરા વિજય
૭૭૯ પંચ પરમેષ્ઠી-ધ્યાનમાં જ એનો આત્મા આ નશ્વરદેહને છોડી ગયો. તે દેવલોકનો વાસી બન્યો. ત્રીજા દેવલોકમાં તે મહાન ઋદ્ધિમાન દેવ થયો.
રાણી જયંતીના કલ્પાંતની સીમા ન રહી. ત્યાં તેને કોણ આશ્વાસન આપનાર હતું? શત્રુઘ્નનું દિલ દ્રવિત થઈ ગયું. દેવોએ મધુના દેહ પર પુષ્પવૃષ્ટિ કરી અને ઘોષણા કરી : “મધુ દેવ જય પામો.'
મધુના મૃતદેહને સન્માનપૂર્વક મથુરામાં લઈ જવામાં આવ્યો. યોગ્ય સન્માન સાથે મધુના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જયંતી રાણીને એની ઇચ્છાનુસાર માતૃગૃહે મોકલવામાં આવી.
મધુનું “શૂળ' શસ્ત્ર!
એ તો સાક્ષાત દેવ જ હતો! દેવરૂપે શુળ અમરેન્દ્ર પાસે પહોંચ્યું. ચમરેન્દ્રને મધુના વધના સમાચાર મળ્યા. “શ્રી રામ-લક્ષ્મણના અનુજ શત્રુષ્ણ છલકપટથી મધુનો વધ કર્યો.” આ સમાચારથી અમરેન્દ્રના રોષની સીમા ન રહી. ચમરેન્દ્ર સ્વયં શત્રુઘ્નનો વધ કરવા ચાલ્યા. ત્યાં વેણદારી દેવે પૂછયું :
ક્યાં પધારો છો દેવ?” "મિત્ર મધુનો વધ કરનારનો વધ કરવા.”
અરે ધરણેન્દ્ર પાસેથી રાવણને જે શક્તિ મળી હતી તે પણ અર્ધચક્રવર્તી એવા લક્ષ્મણનો વધ ન કરી શકી, શક્તિ પરાજિત થઈ. અને રાવણ જેવો રાવણ જેના હાથે મરાયો, એવા શ્રી લક્ષ્મણની સમક્ષ મધુ શી વિસાતમાં? શ્રી લક્ષ્મણના આદેશથી જ શત્રુષ્ણ મધુનો વધ કર્યો છે.'
અરે ગરુડપતિ! જે શક્તિ ઉપર લમણે વિજય મેળવ્યો હતો તે કન્યા વિશલ્યાનો પ્રભાવ હતો. એ વખતે તે બ્રહ્મચારિણી હતી. અત્યારે તે લમણની પત્ની બની છે. તેનો પ્રભાવ ચાલ્યો ગયો છે. હું શત્રુઘ્નને નહીં છોડું.”
ચમરેન્દ્ર રોષથી ધમધમતો મથુરામાં ઊતર્યો. ત્યાં તેણે પ્રજાને સુખરૂપ જોઈ. શત્રુનના રાજ્યને, રાજ્યની પ્રજાને તેણે રોગગ્રસ્ત કરવાનો સંકલ્પ કર્યો. તેણે પ્રજામાં વિવિધ રોગોના ઉપદ્રવ શરૂ કર્યા. શત્રુઘ્ન મુંઝાયા. કુલદેવતાની ઉપાસના કરી, કુલદેવતાએ સત્ય પ્રકાશિત કર્યું. “આ ચમરેન્દ્રનો ઉત્પાત છે!' શત્રુઘ્ન મૂંઝવણમાં માર્ગદર્શન મેળવવા અયોધ્યા ઊપડ્યા. શ્રીરામ-લક્ષમણ સમક્ષ સમસ્ત વૃત્તાંત નિવેદન કર્યો. સહુ વિચારમાં પડી ગયા.
૦ ૦ ૦
For Private And Personal Use Only