________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૭૭૮
કલ્પના જ ન હતી! એ તો મહારાણી જયન્તી સાથે આનંદ-પ્રમોદ કરતો આવી રહ્યો હતો. જ્યાં લવણે પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો, શત્રુઘ્ને એને પડકાર્યો, સૈનિકોએ મધુના સાલાને ઘેરી લીધો. કૃતાન્તવદને રથની પાછળના બે ઘોડેસ્વારોને યમલોકે પહોંચાડ્યા; શત્રુઘ્ને લવણને યમલોકે પહોંચાડ્યો.
મધુ આ અચાનક આવી પડેલ આપત્તિથી સ્તબ્ધ થઈ ગયો, પરંતુ બીજી જ ક્ષણે જ્યાં લવણ-વધ જોયો ત્યાં એ રથની બહાર કૂદી પડ્યો. તેણે ધનુષ્યનો ટંકાર કરી શત્રુઘ્નને યુદ્ધ માટે લલકાર્યો.
બંને પરાક્રમી અને વીર છે - બંનેને જ લડી લેવાનું છે. સૈન્ય ઊભું જ રહ્યું. શત્રુઘ્ન અને મધુ પોતપોતાનાં શસ્ત્ર અને અસ્ત્ર અજમાવે છે. એકબીજાનાં અસ્ત્રોને તોડે છે. બંને વચ્ચે એક પ્રહરપર્યંત તુમુલ યુદ્ધ જામ્યું. કોઈ કોઈને મચક આપતું નથી.
શત્રુઘ્ન સમુદ્રાવર્ત ધનુષ્યને યાદ કર્યું. દેવોથી અધિષ્ઠિત ધનુષ્ય એના હાથમાં આવી ગયું. ‘અગ્નિમુખ' અને ‘શિલિમુખ’ તીરોને યાદ કરતાં એ તીરો પણ હાજર થઈ ગયાં.
શત્રુઘ્ને સમુદ્રાવર્ત ધનુષ્યનો ટંકાર કર્યો. મથુરાની પ્રજા સફાળી જાગી પડી. ધનુષ્ય પર અગ્નિમુખ તીર ચઢાવી મધુ તરફ છોડવું, મધુ વીંધાયો અને એનો વજ્ર જેવો દેહ જમીન પર તૂટી પડ્યો.
રાણી જયંતી રથમાંથી કૂદી પડી અને મધુના ઘાયલ દેહને વળગી પડી, ચોધાર આંસુએ રડવા લાગી. કૃતાન્તવદન સેનાપતિએ સૈનિકો સાથે રાણીને રક્ષણ આપ્યું. મૃત્યુના આરે ઊભેલો મધુ મનમાં વિચારે છે :
‘અસ્ત્રશાળામાંથી ‘શૂળ' મારી પાસે આવ્યું નહીં. હું શત્રુઘ્નને મારી ન શક્યો, ન આ શત્રુ પર હું વિજય મેળવી શક્યો, ન આંતરશત્રુઓ પર વિજય મેળવી શક્યો,
મધુ આત્મચિંતન તરફ વળ્યો. શત્રુઘ્ન પરની રબુદ્ધિ ટળી જતાં તે વિચારવા લાગ્યો; ‘મેં આ જીવનમાં જિનેન્દ્રને ન પૂછ્યા, જિનચૈત્યોનું નિર્માણ ન કર્યું, જિન અણગારની ભક્તિ ન કરી, તેથી મારો જન્મ વિફળ ગયો. અરિહંત... અરિહંત...’
એનો કંઠ શોષાવા લાગ્યો. એક સૈનિક પાણી લઈ આવ્યો. તેના હોઠને ભીના કર્યા. એણે જલપાન કરવાની ના પાડી. એણે આત્મસાક્ષીએ ચારિત્ર સ્વીકાર્યું. સર્વજીવોને ખમાવ્યા અને શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન આરંભ્યું.
For Private And Personal Use Only