________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૪
જેન રામાયણ કૈકયી, ભરત અને હજાર રાજાઓના રથ શણગારાઈ ગયા.
ભરત શ્રીરામના બાહુપાશમાં જકડાઈ ગયા હતા. રામની આંખો ચોધાર આંસુ વહાવતી ભરતના મસ્તકને ભીંજવી રહી હતી. બાજુમાં સીતાજી હાથમાં રત્નજડિત થાળમાં કુમકુમ અને શ્રીફળ લઈ ઊભાં હતાં. આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ પડતાં અને ડૂસકાં લેતાં વિશલ્યાના ખભે માથું ઢાળી દેતાં હતાં.
અચાનક ભરતને કોઈ સ્મૃતિ થઈ આવી. તેમના મુખ પર ચમક આવી, શ્રીરામને કહ્યું : “આર્યપુત્ર, ભુવનાલંકારને મળીને આવું!” શ્રીરામ સાથે ભરત હસ્તી શાળામાં આવ્યા. ભુવનાલંકારે ભરતજીને જોતાં જ સૂંઢ ઊંચી કરી! એને પણ પૂર્વભવનું સ્મરણ થઈ ગયું હતું. ભરતજીએ કહ્યું :
“ભુવનાલંકાર, આજે હું વૈરાગ્યના માર્ગે જઈશ, કર્મોનાં બંધનો તોડી, પરમપદ પામીશ, તું પણ, અરે, તું ચારિત્ર ન લઈ શકે પરંતુ તપ કરી શકે, ત્યાગ કરી શકે...” ભુવનાલંકારે મસ્તક ઝુકાવી, સૂંઢ હલાવી ભરતજીની વાતનો સ્વીકાર કર્યો, ભરતજીએ ભવનાલંકારના મસ્તકે હાથ મૂક્યો.
શ્રીરામ સાથે ભરતજી મહેલમાં આવ્યા. સીતાજીએ ભરતજીને તિલક કર્યું અને ભરતજી મહેલની બહાર આવ્યા. લાખો પ્રજાજનોએ “મહારાજા ભરતનો જય હો! રાજર્ષિનો જય હો!' ની ગગભેદી જય પોકારી. ભરતની પાછળ કૈકેયી બહાર આવી. પ્રજાજનોએ કેકેયીને જયધ્વનિથી વધાવી લીધી. ભવ્ય વરઘોડો નિકળ્યો. - ઉદ્યાનમાં વરઘોડો આવ્યો.
મુનીશ્વર દેશભૂષણજીએ કૈકેયી, ભરત અને હજાર રાજાઓને ચારિત્ર આપ્યું. મુનીશ્વરે દેશના આપી અને પર્ષદા પૂર્ણ થઈ.
શ્રીરામે પરિવાર સાથે રાજર્ષિઓને વંદના કરી અને નગરમાં પાછા આવ્યા. મુનીશ્વરે ત્યાંથી વિહાર કર્યો.
ભરતજીએ ચારિત્રનું પાલન કર્યું. કર્મોનો ક્ષય કર્યો અને મોક્ષે ગયા. કૈકેયી પણ મોક્ષે ગઈ. રાજાઓએ પણ સદ્દગતિ અને પરમગતિ પ્રાપ્ત કરી. ભુવનાલંકારે અંતે અનશન કર્યું અને પાંચમા દેવલોકે દેવ થયો.
0
0
For Private And Personal Use Only