________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત ચરિત્રના પંથે
અયોધ્યાના મિત્રરાજાઓ અને આજ્ઞાંકિત રાજાઓ ભરત પાસે ગયા હતા. ભરતે તેમની સાથે કેવી વાતો કરી તે તો જાણી શકી નથી, પરંતુ એ એક હજાર રાજાઓએ પણ ભારતની સાથે જ ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો છે!”
તું શું કહે છે સુમિત્રા? કોણે કહ્યું તને?' અપરાજિતા ઊભાં થઈ ગયાં. સુમિત્રાનો હાથ પકડી લઈ, ખૂબ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
મને લક્ષ્મણે હમણાં જ કહ્યું! “તો તો સાચું! ક્યાં છે લક્ષ્મણ?'
એ તો, વિશ્રામગૃહમાં જઈને આંખો બંધ કરીને પડ્યો છે. અને મને કહે; આ બધાંને શું થઈ ગયું છે? કેમ આ બધાં ચારિત્ર લે છે? જેમને જેમાં સુખ લાગ્યું તે ખરું!”
સાચી વાત છે લક્ષ્મણની. જેમને આ સંસારમાં સુખ ન દેખાય તે શા માટે સંસારમાં રહે? આપણને સંસારમાં સુખ દેખાય છે ને? પણ આશ્ચર્ય કહેવાય કે એક હજાર રાજાઓ પણ ભારતની સાથે જ ચારિત્ર લે છે!”
શ્રી રામ બોલ્યા : “સાચી વાત છે ભરત પ્રત્યેના સ્નેહની. એ રાજાઓ સાથે ભરતે જે સ્નેહપૂર્ણ સંબંધો રાખેલા છે, જે નિઃસ્પૃહતાપૂર્વક પ્રજાનું પાલન કર્યું છે, તેનો આ પ્રભાવ છે. વળી પૂર્વભવોના પણ સ્નેહસંબંધો કામ કરે છે ને!'
રાજમાતા કૈકેયી, અયોધ્યાપતિ ભરત અને બીજા એક હજાર રાજાઓના સંસારત્યાગની ઘોષણાએ માત્ર અયોધ્યામાં જ નહીં, સારા ભારતવર્ષમાં પડઘો પાડી દીધો. લાખો સ્ત્રી-પુરુષો અયોધ્યામાં આવી પહોંચ્યાં. બિભીષણ, સુગ્રીવ, હનુમાન, નલ-નીલ વગેરે પણ અયોધ્યામાં આવી પહોંચ્યા. અયોધ્યાની ગલીગલીમાં અને માનવોની જીભે-જીભે ત્યાગ, વૈરાગ્ય અને ચારિત્રની પ્રશંસાઓ, ચારિત્ર લેનારના ગુણગાન અને અયોધ્યાના રાજપરિવારની વિશેષતાઓ ગવાઈ રહી હતી. પ્રભુભક્તિના મહોત્સવ, ગરીબોને દાન અને સાધર્મિકોની ભક્તિ, અયોધ્યાની પ્રજા માટે અને લાખો મહેમાનો માટે ભોજનગૃહો ખૂલી ગયાં હતાં. ધર્મરંગની જાણે હોળી ખેલાઈ રહી હોય તેવું વિરલ વાતાવરણ અયોધ્યામાં જામી ગયું હતું.
મહામુનીશ્વર દેશભૂષણજી અયોધ્યાના ઉદ્યાનમાં બિરાજ્યા હતા. અયોધ્યાપતિના ચારિત્ર મહોત્સવમાં તેઓ મહાન આકર્ષણ હતા. ભરતજી વારંવાર ગુરુચરણોમાં જઈ, જ્ઞાન પ્રાપ્ત કરતા હતા.
ચારિત્ર સ્વીકારવાનો દિવસ આવી ગયો.
For Private And Personal Use Only