________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૨
જૈન રામાયણ આપ્યું હોય, તું એવું ન બોલીશ.”
એ જ તારી અદ્ભુત માતૃભક્તિ છે. તેં તારા સુખદુઃખની ક્યારેય પરવા નથી કરી. તારા સ્વાર્થને ક્યારેય જોયો નથી. વત્સ તારું કલ્યાણ હો, તારું મંગલ હો.'
શ્રી રામે કૈકયીનાં ચરણોમાં નમસ્કાર કર્યા અને ત્યાંથી પોતાના મહેલમાં આવ્યા. શ્રી રામના મુખ પર ગંભીરતા અને અવ્યક્ત વેદના હતી. માતા અને ભાઈના સંસારત્યાગના નિર્ણયે શ્રીરામને વિહ્વળ કર્યા હતા. સીતાજીનું મન પણ વિષુબ્ધ હતું. દેવર ભરત પર સીતાજીને વાત્સલ્ય હતું. સીતાજીએ શ્રીરામનું સ્વાગત કર્યું, પરંતુ ખિન્ન વદને ન કાંઈ શ્રીરામ બોલ્યા કે ન કાંઈ સીતાજી બોલ્યાં. મૌન રીતે ભોજન કર્યું. વિશ્રામ લીધો, ન લીધો અને શ્રીરામ માતા અપરાજિતા પાસે પહોંચ્યા. અપરાજિતાને કયીના નિર્ણયની જાણ થઈ જ ગઈ હતી. તેઓ કૈકેયી પાસે જઈ આવ્યાં હતાં. કેકેયીનો નિર્ણય પાકો હતો. નગરમાં પણ વાત વહેતી થઈ ગઈ હતી.
વત્સ, હું હમણાં જ કૈકેયી પાસેથી આવું છું. એણે સંસાર-ત્યાગનો નિર્ણય લઈ જ લીધો છે. ધન્ય છે એના સત્ત્વને.”
માતા, તે જોજે આવો કોઈ નિર્ણય લેતી. મારું હૃદય સ્નેહીના વિરહથી વ્યથિત થાય છે. સાચું કહું?' વનવાસમાં જતાં ભરત અને કૈકેયીનો વિરહ જેટલો મને વ્યથિત નહોતો કરી શક્યો, એનાથી આજે હું કેટલો બધો વ્યથિત છું કે મને સ્વસ્થતા નથી.'
જે માર્ગ માતા-પુત્ર લઈ રહ્યાં છે તે માર્ચ મહાન છે રામ! અપૂર્વ સત્ત્વ વિના એ માર્ગે જવાય એવું નથી. તારા પિતાજીએ ચારિત્રમાર્ગનો સ્વીકાર કરીને આપણા સહુ માટે એ માર્ગ આદર્શરૂપે સ્થાપ્યો છે. એ માર્ગે જ આત્માનું કલ્યાણ છે. સંસારમાં શું છે? સંસારનાં સુખો ક્ષણિક છે, દુ:ખદાયી છે. ભગવાન મુનિસુવ્રતસ્વામીએ ચીંધેલો મોક્ષમાર્ગ જ પરમ સુખનો માર્ગ છે. કૈકેયી અને ભરતે સાચે ભવ્ય પુરુષાર્થ કર્યો છે.'
શ્રી રામ અપરાજિતાની સામે અનિમેષ દૃષ્ટિએ જોઈ રહ્યા હતા. અપરાજિતાની જ્ઞાનપૂર્ણ મધુરવાણી સાંભળી રહ્યા હતા. શ્રીરામ કંઈ જ બોલ્યાં નહીં. મૌન રીતે માતાની વાતોનો સ્વીકાર કરી લીધો. ત્યાં સુમિત્રાએ પ્રવેશ કર્યો અને અપરાજિતા તથા રામ તરફ જોઈ બોલ્યા :
એક નવા સમાચાર આપું? કૌશલ્યા પાસે બેસતાં સુમિત્રાએ કહ્યું. શું” કૌશલ્યાએ ઉત્સુકતાથી પૂછ્યું. રામે સુમિત્રા સામે જોયું.
For Private And Personal Use Only