________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L
S G3. શત્રુળનો મથુરા વિજય શ્રી રામના મહેલનો સભાખંડ ખીચોખીચ ભરાયો છે. શ્રી રામની પાસે જ એક બાજુ લક્ષ્મણજી અને શત્રુઘ્ન બેઠા છે. બીજી બાજુ બિભીષણ, સુગ્રીવ, હનુમાન આદિ સિહાસનો પર આરૂઢ થયા છે. ભામંડલ આદિ રાજાઓ પણ પોતપોતાના આસને બિરાજમાન થયા છે. વિદ્યાધર રાજાઓ જે દીક્ષા મહોત્સવમાં આવેલા, તેઓ પણ સભાખંડમાં શોભતા હતા. અયોધ્યાનો મંત્રીવર્ગ, મહાજન આદિ પણ ઉપસ્થિત હતા. સહુએ શ્રી રામને પ્રાર્થના કરી કે ભરતે દીક્ષા લીધી હોવાથી, અયોધ્યાના ખાલી પડેલા સિંહાસને શ્રી રામ આરૂઢ થાય. શ્રી રામે કહ્યું:
આ લક્ષ્મણ વાસુદેવ છે, રાજસિંહાસને એનો અભિષેક કરો.” સહુએ શ્રી રામનો આદેશ સ્વીકાર્યો અને શીધ્રાતિશીધ્ર ભવ્ય રાજ્યાભિષેકની તૈયારીઓ પ્રારંભી દીધી. સાથે સાથે શ્રી રામનો “બલદેવ' તરીકે અભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. શુભ દિવસે અને શુભ મુહૂર્તે.
શ્રી લક્ષ્મણજીને ભરતક્ષેત્રના “વાસુદેવ' તરીકે હજારો રાજાઓએ અને લાખો પ્રજાજનોએ રાજ્યાભિષેક કર્યો. શ્રી રામનો બલદેવ' તરીકે અભિષેક કરવામાં આવ્યો.
ભરતક્ષેત્રના આ આઠમા બલદેવ-વાસુદેવ હતા. બીજા દિવસે શ્રીરામ-લક્ષ્મણના સાનિધ્યમાં વિશાળ સભાનું આયોજન થયું. શ્રીરામે હિતકારી રાજનીતિ જાહેર કરી. પ્રજાએ એ રાજનીતિને આદર્શ રાજનીતિ તરીકે સ્વીકારી, સાથે જ ભિન્ન ભિન્ન રાજ્યોની વહેંચણી પણ કરી દીધી. રાક્ષસદ્વીપના અધિપતિ બિભીષણ જાહેર થયા. વાનરદ્વીપના રાજા સુગ્રીવ ઘોષિત થયા.
વિરાધને પાતાલલકાનું રાજ્ય, નીલને ઋક્ષપુરનું રાજ્ય, હનુમાનને શ્રીપુરનું રાજ્ય, પ્રતિસૂર્યને હનુપુરનું રાજ્ય, રત્નજટીને દેવોપગીતનગરનું રાજ્ય અને ભામંડલને વૈતાઢય પર્વત ઉપરના રથનૂપુરનગરનું રાજ્ય આપવામાં આવ્યું. બીજાં રાજ્ય પણ બીજા સુયોગ્ય વીરપુરુષોને આપવામાં આવ્યાં. શ્રી રામે પાસે બેઠેલા શત્રુઘ્ન સામે જોયું. સ્નેહ અને વાત્સલ્યથી છલકતી વાણીમાં શ્રી રામ બોલ્યા :
વત્સ શત્રુઘ્ન!” શત્રુન સિંહાસનેથી ઊભા થઈ, શ્રીરામને પ્રણામ કરી, પાસે આવીને ઊભા. શ્રી રામ શત્રુનના માથે હાથ ફેરવતા બોલ્યાં :
For Private And Personal Use Only