________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ જીવનના સંકલ્પને સાંભળી રહ્યા હતા. કેકેયી પલંગથી નીચે ઊતરી, મહેલના ઝરૂખામાં જઈ ઊભી રહી. ભરત કેકેયીની પાછળ જઈને, માતાની બાજુમાં ઊભા રહ્યા. આકાશ સ્વચ્છ હતું, અસંખ્ય તારાઓ ટમટમી રહ્યા હતા. કેકેયીએ ભરત સામે જોયું.
તારા પિતાજી, આ અનંત આકાશની ક્ષિતિજો ઓળંગી, સાત રાજલોક ઉપર સિદ્ધશિલા પર પહોંચી ગયા. ન હવે એમને જન્મ-મરણના ફેરા કે ન આધિ, વ્યાધિ કે ઉપાધિ! એમનો આત્મા પરમજ્યોતિમાં જ્યોતિર્મય બની ગયો. આ જ પરમ ધ્યેય છે. અંતિમ લક્ષ છે.' “વત્સ...' ભરતના મસ્તકે હાથ મૂકી કેકેયી બોલી :
હું જાણું છું કે મેં તને સંસારમાં જકડી રાખીને, તારા આત્માને દુઃખી કર્યો છે. મેં મારા મોહથી તને રોક્યો હતો. જો એ વખતે મારો આત્મા જાગી ગયો હોત તો તારા માર્ગમાં હું વિન તો ન કરત. બલકે હું પોતે જ તારા પિતા અને તારી સાથે ચારિત્ર લેવા તત્પર બની ગઈ હોત. પરંતુ એ દુર્ભાગ્ય હતું.
હું એ પણ સમજું છું કે શ્રી રામ વનવાસમાં ગયા, તું રાજા બન્યો, ત્યારથી અત્યાર સુધી તારા મનમાં મારા પ્રત્યે ઉદાસીનતા રહી છે. તેં એક આદર્શ પુત્ર તરીકે મારો વિનય કર્યો છે, મારી આજ્ઞા માની છે, પરંતુ તારું હૃદય
ક્યારેય... ખેર, હવે તું પ્રસન્ન થા. તારાં બંધનો તોડ, તારા નિમિત્તે મારા પણ બંધનો તૂટી જશે, એટલું જ નહીં અયોધ્યાની પ્રજા પણ મારા આ નિર્ણયને જાણશે ત્યારે? મારું કલંક ધોવાઈ જશે. શ્રી રામના વનવાસમાં ખરેખર તો હું જ નિમિત્ત બની હતી ને? એથી પ્રજાને કેવું ઘોર દુઃખ થયું હતું?”
કેકેયીનું મનોમંથન ચાલતું જ રહ્યું. ત્રીજો પ્રહર ચાલી રહ્યો હતો, પરંતુ નિદ્રા આજે કૈકેયીના આવાસમાં પ્રવેશી જ ન હતી. ભરત કૈકેયીના મંથનને સાંભળતા જ રહ્યા. તેમના મનને હર્ષ થયો. માતા પણ ચારિત્રનો માર્ગ લઈ, આત્મશ્રેય સાધે, એથી વૈરાગી પુત્રને કેમ હર્ષ ન થાય?
“માતા, તેં ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો તેથી મને આ@ાદ થયો છે. તારો નિર્ણય ઉચિત છે. મને તારા પ્રત્યે સ્નેહ છે, શ્રદ્ધા છે. તારા આ નિર્ણયથી કાલે અયોધ્યામાં આશ્ચર્ય સાથે તારા ઉપર અભિનંદનોની વર્ષા થશે.'
ભરતે માતાનાં ચરણે નમસ્કાર કર્યા અને પોતાના મહેલમાં ગયા. કેકથી ત્રીજા પ્રહરના અંતે નિદ્રાધીન થઈ.
અયોધ્યાની આણ સ્વીકારેલા રાજાઓ, મિત્ર રાજાઓ અને સ્નેહીજનો,
For Private And Personal Use Only