________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ ૯૨. ભરત ચારિત્ર ના પંથે
શ્રી રામે મહામંત્રીને બોલાવીને, ભરતનો ચારિત્ર મહોત્સવ ઊજવવાની સૂચનાઓ આપી દીધી હતી. બિભીષણ, સુગ્રીવ, વિરાધ, ભામંડલ, નીલ, રત્નટી અને હનુમાન આદિને ભરતના ચારિત્ર-મહોત્સવમાં આવવાનાં આમંત્રણો પાઠવી દીધાં હતાં. વનવાસ દરમિયાન સ્નેહી-સ્વજન બનેલા અનેક રાજાઓ અને શ્રેષ્ઠીઓને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યાં.
નિશાનો અંધકાર છવાયો હતો. માનવસર્જિત દીપકોનો પ્રકાશ પથરાયો હતો. જેમ અયોધ્યાની પ્રજા આજે જલદી નિદ્રાધીન થતી ન હતી તેમ અયોધ્યાનો રાજપરિવાર પણ રાત્રિના બીજા પ્રહર સુધી જાગતો હતો.
રાજમાતા કૈકેયીના મહેલમાં રત્નદીપકોનો પ્રકાશ પથરાયેલો હતો. કૈકેયી પલંગ પર બેઠી હતી. સામે જ એક સિહાસન પર અયોધ્યાપતિ રાજા ભરત બેઠા હતા. માતા પુત્રનો વાર્તાલાપ એક પ્રહરથી ચાલી રહ્યો હતો. શ્રી રામ અને અપરાજિતાની અનુજ્ઞા મેળવ્યા પછી. ભરતજીએ માતાની આજ્ઞા મેળવવી, અનિવાર્ય હતી. કૈકેયીના મુખ ઉપર વિષાદ અને આનંદની મિશ્ર લાગણીઓ ઊપસી આવતી હતી. તે ભરતની વાતો સ્વસ્થતાથી, ગંભીરતાથી સાંભળતી હતી. ભરત પ્રત્યેના અપાર વાત્સલ્યથી, તે ક્યારેક વિહ્વળતા પણ અનુભવતી હતી.
‘ભરત, તું ચારિત્ર લઈશ તો હું પણ ચારિત્ર લઈશ.' કૈકેયીએ કોઈ ન કલ્પી શકે તેવી જાહેરાત કરી. કૈકેયી પલંગ ઉપર ટટ્ટાર બેસી, ગંભીર સ્વરમાં બોલી.
‘તું ચારિત્ર લઈશ? સત્ય?' ભરત સિંહાસન પરથી ઊભા થઈ, માતાની સામે આવી ઊભા. એમના મુખ પર વિસ્મય અને આનંદની મિશ્ર લાગણીઓ ઊપસી આવી હતી.
‘હા, ભરત હું સાચે જ ચારિત્ર લઈશ. તું જ કહે, તું ચારિત્ર લે પછી મારા જીવનમાં શું રહે છે? તને મેં ત્યારે, જ્યારે તારા પૂજ્ય પિતાની સાથે તું ચારિત્ર લેવા તૈયાર થયો હતો, મેં શા માટે રોકી રાખ્યો હતો? તારા વિના આ મહેલો મારે મન સ્મશાન જ છે. તારા વિના હવે મારે સંસારને શું કરવો છે? હું તારી સાથે જ ચારિત્ર લઈશ, સર્વ બંધનો બાહ્ય-આંતર સર્વ બંધનોથી મુક્ત બની, અવ્યય-પદને પ્રાપ્ત કરીશ.'
ભરત કૈકેયીનો નિર્ણય, એ નિર્ણયની પાછળનાં કારણો અને નિર્ણય પછીના
For Private And Personal Use Only