________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતનો પૂર્વભવ
૭૬૭ ધનશ્રેષ્ઠીએ પોતાના પુત્ર માટે બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓ પસંદ કરી. ભૂષણે બત્રીસ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું.
વિશાળ મહેલની અગાસીમાં પત્નીઓ સાથે ક્રીડા કરતો ભૂષણ ત્યાં જ નિદ્રાધીન થયો હતો. રાત્રિનો ચોથો પ્રહર ચાલી રહ્યો હતો, ત્યાં ભૂષણની નિદ્રા ઊડી ગઈ, દૂર પૂર્વદિશામાં મહોત્સવનો આનંદધ્વનિ ઊછળી રહ્યો હતો. શ્રીધર મહામુનિને કેવળજ્ઞાન થયું હતું, તેનો મહોત્સવ કરવા દેવલોકના દેવો. નીચે ઊતરી પડ્યા હતા. ભૂષણે પોતાની પત્નીઓને જગાડી અને મહામુનિના કેવળજ્ઞાન મહોત્સવમાં ભાગ લેવા ચાલ્યો. ઉચ્ચ મનોરથો સાથે ઉદ્યાન તરફ જતા ભૂષણને માર્ગમાં જ એક ભયંકર સર્પે ડંખ દીધો. યુવાન ભૂષણ ઢળી પડ્યો. તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. સ્ત્રીઓ કરુણ કલ્પાંત કરવા લાગી. નોકરો ધનશ્રેષ્ઠીને બોલાવી લાવ્યા. ધનશ્રેષ્ઠી તો પુત્રને નિચેષ્ટ જોઈને છાતી ફાટ રૂદન કરતાં પૃથ્વી પર ઢળી પડ્યા, માંત્રિકો આવ્યા અને તાંત્રિકો આવ્યા, પરંતુ ભૂષણ સજીવન ન જ થઈ શક્યો.
જેનું મૃત્યુ સુધર્યું, મરતાં શુભ ભાવ રહ્યા, તેની સદ્ગતિ થાય. ભૂષણ રત્નપુર નગરમાં અચલ ચક્રવર્તીની રાણી હરિણીની કુક્ષિએ જમ્યો, તેનું નામ ‘પ્રિયદર્શન' રાખવામાં આવ્યું. પ્રિયદર્શન સહુને પ્રિય થઈ પડ્યો. પરંતુ પ્રિયદર્શનને આ સંસારના કોઈ વૈભવો પ્રિય ન લાગે! એને તો ધર્મ જ ગમે. જ્યારે તે યૌવનમાં આવ્યો ત્યારે તેણે ચારિત્ર લેવાની પોતાની ભાવના પિતા સામે વ્યક્ત કરી. ચક્રવતી અચલને પ્રિયદર્શન ઉપર ખૂબ સ્નેહ હતો. તેણે પ્રિયદર્શનને ચારિત્ર તો ન લેવા દીધું પરંતુ ત્રણ હજાર કન્યાઓ સાથે એનું લગ્ન કર્યું? પ્રિયદર્શને લગ્ન તો કર્યું પરંતુ તેનો આત્મા જાગ્રત હતો. ૬૪ હજાર વર્ષ પર્યત ગૃહવાસમાં પણ તેણે બાહ્ય - આંતર તપશ્ચર્યા કરી અને સમાધિમૃત્યુને ભેટી, એ બ્રહ્મદેવલોકમાં દેવ થયો.
પેલો ધનશ્રેષ્ઠી (ભૂષણના પિતા) પુત્રના અકાળમૃત્યુથી, વર્ષો સુધી વિલાપ કરતો, મરીને તે અનેક ભવોમાં ભટક્યો. એમ કરતાં તે પોતનપુર નગરમાં બ્રાહ્મણપુત્રનો ભવ પામ્યો. તેનું નામ મૃદુમતિ. મૃદુમતિ યૌવનમાં ઉદ્ધત બન્યો. એના પિતાએ એને ઘેરથી કાઢી મૂક્યો. તે દૂર દેશમાં પહોંચી ગયો. સર્વકલાઓમાં નિપુણ બની ગયો! એક નંબરનો ધૂર્તિ બન્યો! કેટલાંક વર્ષો પછી પાછો ઘેર આવ્યો.
મૃદુમતિ પોતનપુરનો અજેય જુગારી બની ગયો. થોડા દિવસોમાં તેણે અઢળક ધન કમાઈ લીધું. પરંતુ જેમ જેમ એ ધન કમાતો ગયો, પોતનપુરની
For Private And Personal Use Only