________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
જૈન રામાયણ નગરના એક રાજમાન્ય પુરોહિત સાથે જાતીય સંબંધમાં આવી હતી. “રાજા સંસાર ત્યજીને શ્રમણ બને છે.” આ સમાચારથી રાણી અને એનો પ્રેમી પ્રસન્ન થયાં હતાં. પરંતુ રાજા રોકાઈ ગયો. અને શ્રીદામાને શંકા પડી : “રાજા મારો વ્યભિચાર જાણી ગયો લાગે છે! તેણે એના પ્રેમીને વાત કરી. “રજા આપણું પાપ જાણી ગયા લાગે છે. એ આપણને હણશે. માટે જો તું કહે તો હું જ એને...” “રાણીએ રાજાને ઝેર આપ્યું અને રાજા મૃત્યુ પામ્યો. થોડા સમય પછી શ્રુતિરતિ પણ મૃત્યુ પામ્યો.
બંને મિત્રો ચિરકાળ ભવમાં ભટક્યા. રાજગૃહમાં કપિલ બ્રાહ્મણને ઘેર સાવિત્રી બ્રાહ્મણીની કુક્ષિએ એ બે મિત્રો, જોડિયા ભાઈ તરીકે જન્મ્યા. એકનું નામ વિનોદ અને બીજાનું નામ રમણ.
કાળક્રમે બંને તરુણ થયા. રમણ વેદાધ્યયન કરવા માટે દેશાંતર ગયો. કેટલાંક વર્ષો પછી અધ્યયન પૂર્ણ કરી, રમણ પાછો રાજગૃહ આવ્યો, પરંતુ ગામના દ્વારે આવ્યો ત્યાં રાત પડી ગઈ હતી એટલે તે ગામમાં ન ગયો. ગામ બહાર એક યક્ષમંદિરમાં સૂઈ ગયો.
રમણનો ભાઈ વિનોદ. વિનોદની પત્નીનું નામ શાખા શાખા દત્ત નામના બ્રાહ્મણ સાથે જાતીય સંબંધમાં હતી. અવારનવાર તેઓ પૂર્વસંકેત મુજબ આ યક્ષમંદિરમાં આવતાં. આ રાતે પણ પૂર્વસંકેત મુજબ શાખા યક્ષમંદિરમાં આવી.
જ્યારે શાખા ઘરની બહાર નીકળી હતી ત્યારે વિનોદ જાગી ગયો હતો અને તલવાર લઈ, એની પાછળ થઈ ગયો હતો.
યક્ષમંદિરમાં આવીને, શાખાએ રમણને પોતાનો પ્રેમી દત્ત સમજીને જગાડ્યો! દત્ત તો ત્યાં આવ્યો જ ન હતો. અંધકાર હતો તેથી રમણને કંઈ સમજાયું નહીં. એ શાખાના બાહુપાશમાં જકડાઈ ગયો. ત્યાં જ ધુંધવાયેલા વિનોદે રમણ ઉપર તલવારનો ઘા કરી દીધો. રમણ મરાયો. પણ રમણની છૂરીથી શાખાએ ત્યાં જ વિનોદની છાતી ચીરી નાંખી અને તે કુલટા ત્યાંથી જંગલમાં ભાગી છૂટી. વિનોદ અને રમણ મર્યા, અનેક યોનિમાં જન્મ્યા ને મર્યા. | વિનોદ અનેક ભવો પછી પુનઃ મનુષ્યભવ પામ્યો. શ્રેષ્ઠીપુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ “ધન.” પેલો રમણ અનેક ભવોમાં ભટકતો ભટકતો શ્રેષ્ઠીપુત્ર ધનના ઘેર જ જમ્યો! તેનું નામ “ભૂષણ' પાડવામાં આવ્યું.
ધન પાસે ધનના ઢગલા હતા. ભૂષણ એકનો એક પુત્ર હતો. ખૂબ લાડકોડમાં ઊછર્યો. પિતાનો પુત્ર ઉપર ખૂબ રાગ અને પુત્રને પિતા ઉપર અત્યંત સ્નેહ,
For Private And Personal Use Only