________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ ૯૧. ભરતનો પૂર્વભવ પર મહારાજા, ઉદ્યાનમાં એક પરમજ્ઞાની મુનીશ્વર પધાર્યા છે.” ઉદ્યાનપાલકે આવીને સમાચાર આપ્યા. શ્રી રામે ઉદ્યાનપાલકને પ્રીતિદાન આપ્યું અને સમગ્ર પરિવાર સાથે શ્રી રામ-લક્ષ્મણજી અને ભરત મહામુનિને વંદન કરવા ઉદ્યાનમાં પધાર્યા.
કેવળજ્ઞાની દેશભૂષણ મુનીશ્વર અને કુલભૂષણ મુનીશ્વરને જોતાં જ સહુને અપૂર્વ રોમાંચ થયો. ભાવપૂર્વક વંદના કરી. વિનયપૂર્વક સહુ મુનિચરણોમાં બેઠાં.
શ્રી રામે પ્રશ્ન કર્યો : “હે જ્ઞાની મુનીવર! એક પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા છે. આપ આજ્ઞા પ્રદાન કરો તો પૂછું.”
પૂછી શકો છો.” દેશભૂષણ મુનિએ પ્રત્યુત્તર આપ્યો.
પ્રભો, મારો હાથી ભુવનાલંકાર મદોન્મત્ત બની વિનાશ કરી રહ્યો હતો, અને મારા અનુજ ભરતને જોતાં જ શાન્ત કેમ થઈ ગયો? શું એ બંનેના પૂર્વજન્મના એવા સંબંધ છે?'
કેવળજ્ઞાની ભગવંત દેશભૂષણે શ્રીરામની જિજ્ઞાસા સંતોષવાનો પ્રારંભ કર્યો.
“ભગવાન ઋષભદેવે જ્યારે સંસારત્યાગ કર્યો હતો ત્યારે ભગવંતની સાથે બીજા ચાર હજાર રાજાઓએ પણ સંસાર ત્યજી દીધો હતો અને ભગવાનની પાછળ પાછળ વિચરતા હતા.
ભગવાને મૌન ધાર્યું હતું. પ્રજાને દાન આપવાનું જ્ઞાન ન હતું. કારણ કે કોઈ દાન લેનાર જ ન હતું! ભગવાન જ પ્રથમ ભિક્ષુ હતા, એ પણ પોતાના રાજા! એક વર્ષ સુધી ભગવાન ઋષભને ભિક્ષા ન મળી, પરંતુ ભગવાનને એનો ખેદ ન હતો. પેલા ચાર હજાર રાજાઓ જેમણે પ્રભુની સાથે સંસારત્યાગ કર્યો હતો તેઓ અકળાયા. પ્રભુને છોડી, તેઓ ગંગાનદીના કિનારે જંગલોમાં પહોંચી ગયા. ત્યાં રહી ગયા. વન્ય ફળાદિનો આહાર કરતા અને ઋષભદેવના નામનું રટણ કરતા, કાલ પસાર કરવા લાગ્યા.
એ ચારસો રાજર્ષિઓમાં બે રાજકુમારો હતા, ચન્દ્રોદય અને સૂરોદય. વનવાસી જીવન જીવતા તે બંને મૃત્યુ પામ્યા. જીવન પછી મૃત્યુ અને મૃત્યુ પછી જીવન. સંસારની આ ઘટમાળ ચાલ્યા જ કરે છે! ચન્દ્રોદયને મૃત્યુ પછી
For Private And Personal Use Only