________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને વૈરાગ્ય
૭૬૩
પરંતુ એ સમયે રાજમહાલયમાં એક મોટો અકસ્માત થયો. શ્રીરામનો માનીતો ને પ્રિય હાથી ‘ભુવનાલંકાર' કે જેને શ્રીરામ લંકાથી સાથે લાવેલા હતા, તેણે આલાનસ્તંભ ઉખેડી નાંખ્યો અને ભારે ઉપદ્રવ મચાવ્યો! મદોન્મત્ત બનેલો ‘ભુવનાલંકાર’ તોડ-ફોડ કરતો સરોવરતીરે આવી પહોંચ્યો.
સરોવરના કિનારે ભરત ઊભા હતા. ‘ભુવનાલંકાર' ને તેમણે જોયો. ‘ભુવનાલંકારે ’ ભરતને જોયા! ચાર આંખો મળી. હાથી ઊભો રહી ગયો. એક પગલું પણ તે આગળ ન ભરી શક્યો. તેનો મદ ઓગળી ગયો, તે શાંત અને સ્વસ્થ બની ગયો!
‘ભુવનાલંકાર આલાન-સ્તંભ તોડીને ભાગ્યો છે.’ આ સમાચાર શ્રીરામલક્ષ્મણજીને મળતાં, સુભટો સાથે બંને હાથીની પાછળ દોડી આવ્યા, પરંતુ સરોવ૨-તીરે ભરત અને હાથીને સામસામા જોતા જોયા ને હાથીને શાંત થયેલો જોયો. તેઓ સ્તબ્ધ બની ગયા. તેમને સમજાયું નહીં કે ‘ભરતને જોતાં જ હાથી કેમ શાંત થઈ ગયો?’ મહાવતો ‘ભુવનાલંકાર' ને આલાનસ્તંભે લઈ ગયા અને બાંધી દીધો.
શ્રીરામ-લક્ષ્મણજી અને ભરત અંતઃપુર સાથે મહેલમાં પાછા આવ્યા. સમગ્ર અયોધ્યામાં બે વાતો પ્રસરી ગઈ :
૧. ભરતજી સંસારત્યાગ કરવા તત્પર થયા છે.
૨. ભરતજીને જોતાં જ ઉન્માદી ભુવનાલંકાર હાથી શાંત થઈ ગયો! મહેલમાં આવતાં જ એક શુભ સમાચાર ઉઘાનપાલકે આપ્યા અને ભરતજીના આનંદની સીમા ન રહી.
For Private And Personal Use Only