________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાગ અને વૈરાગ્ય
૭૬૧ જવાબદારીમાંથી મને મુક્ત કરો. આપ અહીં પધારી જ ગયા છો તેથી હવે મારું મન એક ક્ષણ પણ વિલંબ કરવા તૈયાર નથી. મને આ સંસાર પર જરાય રાગ નથી, છે તો માત્ર ઉદ્વેગ છે, અજંપો છે, અશાન્તિ છે, માટે મને મુક્ત કિરો.”
શ્રી રામની બંધ આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી. તેમનું હૃદય વ્યથિત થઈ ગયું. તેમણે ભારતના મસ્તકે પોતાના બંને હાથ મૂકી ગદ્ગદ્ર સ્વરે કહ્યું : “વત્સ, તું આવું કેમ બોલે છે? અમે તારા સ્નેહથી તો અહીં આવ્યા છીએ. તું જ રાજ્ય કર. સંસાર-ત્યાગની વાત ન કર.”
લક્ષ્મણજીનું હૃદય ભરાઈ આવ્યું હતું. એક શબ્દ પણ તેઓ બોલી શકતા ન હતા. શ્રીરામના શબ્દોની ભરત પર જરાય અસર ન થઈ; તેઓએ કહ્યું :
આર્યપુત્ર, મેં મારા અંતરની કામના આપની સમક્ષ વ્યક્ત કરી છે. આપ પિતાજીના સ્થાને છો, આપની અનુજ્ઞા લેવી જોઈએ. આપ હવે મારા માર્ગમાં વિપ્ન નહીં બનો. એવી મારી આપને અંત:કરણની પ્રાર્થના છે.'
ભરત, તું વિચાર કર. તું અમને, રાજ્યને, પ્રજાને છોડી ચાલ્યો જાય તો તારા વિરહની ઘોર વ્યથા હું કેવી રીતે સહી શકીશ? આ લક્ષ્મણ, માતાઓ અને પ્રજા કેવી રીતે સહશે? એમના કલ્પાંતની કલ્પના કર, ન જઈશ, મારા વહાલા બંધુ, ન જઈશ. તું અમારી સાથે જ રહે અને પૂર્વવતું મારી આજ્ઞાનું પાલન કર.”
મેં વર્ષોથી વિચારો કર્યા છે. ખૂબ ગંભીરતાથી વિચાર્યું છે, જન્મજન્માંતરોને વિચાર્યા છે, ભાવિના અનંતકાળને વિચાર્યો છે. હવે હું આપની આજ્ઞા પાળવા શક્તિમાન નથી. મને ક્ષમા કરો. હું પરમાત્માના ચીંધેલા અને પિતાજીએ આચરેલા માર્ગે જઈશ.”
‘તું આગ્રહ ન કર, ભરત, રાજ્ય કરવાની તારી ઇચ્છા નથી, તો ભલે રાજ્ય અને સંભાળીશું. પરંતુ તે અમારો ત્યાગ ન કર.”
ભરતે વિચાર્યું : “આર્યપુત્ર અનુજ્ઞા નહીં આપે,' તેમણે ઊભા થઈ, શ્રીરામને નમન કર્યું, લક્ષ્મણજીને નમન કર્યું અને ત્યાંથી ચાલ્યા, પરંતુ તત્કાળ લક્ષ્મણજી ઊભા થયા અને ભરતને પોતાના બાહુપાશમાં જકડી લીધો.
ભરત હું તને નહીં જવા દઉં, લક્ષ્મણજીની કઠોર આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી.
ત્રણેય ભાઈઓની વાર્તા દ્વારે ઊભેલી પરિચારિકાઓ સાંભળી રહી હતી.
For Private And Personal Use Only