________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ૯
ભરત-વૈરાગ્ય
પ્રજાના મુખે તારા ગુણો સાભળી, મારું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. તેં પ્રજાનો અપાર સ્નેહ પ્રાપ્ત કર્યો છે, ભરત!”
ભગવાન અરિહંતની કપા, નિગ્રંથ સાધુપુરુષોની કપા, ચારિત્રવંત પિતાજીની કૃપા, આપની કૃપા, બધો પ્રભાવ કૃપાનો છે. મારામાં કોઈ યોગ્યતા નથી.'
શ્રી રામ મૌન રહ્યા. તેમનું હૃદય ભરતના શબ્દોથી ગળગળું થઈ ગયું. “હે તાતતુલ્ય! પિતાજીના વચન ખાતર આપે જ વનવાસનાં કષ્ટો સહ્યાં અને રાવણ સાથે યુદ્ધ કર્યું. ભામંડલના જે મુખે મેં અલ્પ વાતો સાંભળી હતી, તેથી મારું મન ઘણું ક્ષુબ્ધ હતું. હું અહીં અયોધ્યાના મહેલોમાં મહાલું અને આપ જંગલોમાં..' - ભરત રુદન ન રોકી શક્યા. શ્રી રામે ભરતના મુખને પોતાના ઉસંગમાં દાબી દીધું અને પ્રેમભર્યા શબ્દોમાં બોલ્યા :
ભરત, તું મહેલોમાં હતો જ ક્યાં? તું તો અમારી સાથે જ હતો. તારી આ કાયા મહેલોમાં હતી. એ પણ મેં રાખી હતી!'
બંને ભાઈઓ મૌન રહ્યા. મૌનની ભાષામાં જ વાતો કરી! હે પૂજ્ય, હવે હું બંધનમુક્ત થાઉં છું, રાજ્યનો ભાર...' એવું ન બોલ ભરત, તારે જ રાજા બન્યા રહેવાનું છે.”
એ કદાપિ ન બની શકે. હું તો આપનાં ચરણોનો સેવક જ બની રહીશ. હવે મને આપ બંધનમુક્ત કરો.'
તું જુએ છે ને કે અત્યારે હું અને લક્ષ્મણ કેવા ઘેરાયેલા રહીએ છીએ? તું છે એ જ હું છું ને એ જ લક્ષ્મણ છે માટે આ વિષયમાં બોલીશ જ નહીં.'
રાત્રિનો બીજો પ્રહર પૂર્ણ થયો હતો. ભરત શ્રી રામને એમના મહેલ સુધી પહોંચાડી આવ્યા. શયનગૃહમાં આવી પર્યકમાં લંબાવ્યું પણ નિદ્રા આજે વેરણ બની હતી!
૦
૦
૦
For Private And Personal Use Only