________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરત-વૈરાગ્ય
૭૫૭
પિતાજીનો સાદ સંભળાય છે. મહામંત્રી, હું પિતા પાસે દોડી જઈશ, એમના પાવન પંથે ચાલ્યો જઈશ.'
મહામંત્રીની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. વૃદ્ધ ચહેરા પર વિષાદ ઘેરાઈ ગયો. ભરત ઉપર એક રાજા તરીકે જ નહીં, પરંતુ મહારાજા દશરથના ગુણવાન અને લાડકવાયા પુત્ર તરીકે મહામંત્રીને અપાર સ્નેહ હતો. ભરતની વિરક્ત દશા તેઓ જાણતા હતા. ભરત રાજસિંહાસને બેઠેલા યોગી હતા. મહેલમાં ૨હેલ ત્યાગી હતા, એ વાત મહામંત્રી સારી રીતે જાણતા હતા, પરંતુ શ્રીરામના વનગમન પછી ભરતે ક્યારેય સંસારત્યાગની વાત ઉચ્ચારી ન હતી. આજે અચાનક ભરતે એ વાત કહી દીધી તેથી મહામંત્રીને આંચકો લાગ્યો.
‘મારા પ્રિય રાજન, મારી એક વિનંતી સ્વીકારશો? કૃપા કરી હમણાં આ વાત શ્રી રામને આપ ન કરશો. આપ જાણો છો શ્રી રામના હૃદયને. કોઈને ય આ વાત ન કરશો. પ્રજાનો આનંદ-ઉત્સવ તૂટી પડશે ને રુદનની રીસો સંભળાશે.’
ભરત મૌન રહ્યા. એમને તત્કાળ ક્યાં કોઈને ય વાત કરવી હતી? પરંતુ જ્યાં હૃદય મળેલાં હોય છે ત્યાં હૃદય છૂપું રહી શકતું નથી. મહામંત્રી પ્રત્યે ભરતને શ્રદ્ધા અને વિશ્વાસ કરતાં ય પિતૃવત્ સ્નેહ હતો. એમની સમક્ષ ભરત પોતાના મનોભાવ ગોપાવી ન શક્યા.
‘ભલે, તમારી વાત સ્વીકારું છું પરંતુ એ વાત નિશ્ચિત છે કે જ્યારે હું આર્યપુત્રને વાત કરીશ ત્યારે તેમને દુઃખ તો થવાનું જ છે. રાગ છે ને! રાગ દુ:ખી કરે છે જીવને, રાગનાં બંધનો જ આત્માને સંસારમાં ભટકાવે છે. મને હવે સંસારમાં કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ નથી. હવે શા માટે મારે સંસારમાં રહેવું? આર્યપુત્રની આજ્ઞા ખાતર જ હું આટલાં વર્ષો સુધી રહ્યો, અન્યથા પિતાજીની સાથે જ હું સંસારત્યાગ કરી, અણગાર બની, પરમબ્રહ્મનો આનંદ ન લૂંટત?'
ભરતની હૃદયવ્યથા મહામંત્રી નીચી દૃષ્ટિ રાખી, સાંભળી રહ્યા હતા,
બે દિવસમાં હજુ ભરત, શ્રીરામ કે લક્ષ્મણજી સાથે શાંતિથી બેઠા ન હતા. બેસવાનો સમય જ ક્યાં હતો? લોકોનો પ્રચંડ ધસારો હતો. શ્રીરામ એમાં વ્યસ્ત હતા, જ્યારે લક્ષ્મણજી અપરાજિતા, સુમિત્રા વગેરે માતૃવર્ગને વનવાસનાં સંસ્મરણો કહેવામાં અને લંકાના યુદ્ધનાં વર્ણનો સંભળાવવામાં વ્યસ્ત હતા.
શ્રી રામ અને લક્ષ્મણજીને કલ્પના પણ ન હતી કે ભરતનું મન સંસારત્યાગની
For Private And Personal Use Only