________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S૮c. oભરત-વૈરાગ્ય ,
અયોધ્યાનાં મંદિરોમાં મહોત્સવનાં મંડાણ થયાં. વિહારો અને ઉદ્યાનો પ્રજાજનોનાં આનંદ-પ્રમોદથી હસી ઊઠ્યાં. અયોધ્યાના વિશાળ સામ્રાજ્યના અનેક ગામ-નગરોના અધિકારીઓ, મહાજનો શ્રીરામનાં દર્શને આવી રહ્યાં હતાં. નગરની અનેક સ્ત્રીઓ સીતાજીનાં દર્શન કરવા આવી રહી હતી.
સહુનાં મન આનંદવિભોર હતાં, પરંતુ એક વ્યક્તિ સાવ નિરાળી હતી. તેનું મન સાવ નિર્લિપ્ત હતું. તેનું ચિંતન, મનન કોઈ નવી જ સૃષ્ટિમાં થઈ રહ્યું હતું. તે જાણે આ બધું વિરક્તભાવે જોઈ રહ્યો હતો. તે કર્તવ્યો બધાં જ બજાવતો હતો, પરંતુ તેને કર્તુત્વનું અભિમાન ન હતું.
એ હતા ભરત!! અયોધ્યાના મહારાજા! શ્રી રામના લડકવાયા ભ્રાતા!
શ્રી રામના આગમનને બે દિવસ થયા હતા. બીજા દિવસની સંધ્યા ઢળી ગઈ હતી. ભરત એમના મહેલની અટ્ટાલિકામાં ઊભા હતા. એમની આંખો બંધ હતી, અનંત આકાશ તરફ એમની આંતરદૃષ્ટિ મંડાઈ હતી. પરમ સત્ય, પરમતત્ત્વની પ્રાપ્તિ માટે એમનો અંતરાત્મા તલસી રહ્યો હતો. તેઓ સુખાસન પર બેઠા અને ગંભીર વિચારોમાં ગરકાવ થયા. મહેલમાં દીપકો પ્રગટ્યા. દાસીએ આવી નમન કરી નિવેદન કર્યું :
“મહારાજાનો જય હો, મહામંત્રી આપનાં દર્શન ચાહે છે.” “મહામંત્રી ભલે આવે.’ ભરતજીએ દાસી સામે જોયા વિના શબ્દોચ્ચાર કર્યો.
અયોધ્યાના વયોવૃદ્ધ મંત્રીએ મહેલની અટ્ટાલિકામાં પ્રવેશ કર્યો. દાસીએ મહામંત્રીને બેસવા આસન પાથર્યું. મહામંત્રીએ ભરતને નમસ્કાર કર્યા અને બેઠા. બે ક્ષણ વિસામો લઈ મહામંત્રીએ કહ્યું :
મહારાજા, સમગ્ર અયોધ્યા મહોત્સવમાં મહાલી રહી છે. આનંદની અવધિ
નથી.”
ભારતે મહામંત્રી સામે જોયું. મહામંત્રીની તેજસ્વી આંખોમાં ભરતે ભરપૂર હર્ષ જોયો. “સાચી વાત છે મહામંત્રીજી, આર્યપુત્રના આગમનથી પ્રજાના હર્ષની સીમા નથી.”
રાજમાતાઓના મહેલો ઘણાં વર્ષે.... આ બે દિવસથી ધમધમી રહ્યા છે!
For Private And Personal Use Only