________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૪
જેન રામાયણ મહારાજ કુમાર! રાજમહાલયના મેદાનમાં અયોધ્યાની પ્રજા આપની પ્રતીક્ષા કરતી ઊભી છે. આપ મહાલયની અટ્ટાલિકામાં ઉપસ્થિત થઈ, પ્રજાને દર્શન આપો.'
શ્રી રામ માતાને નમસ્કાર કરી બહાર નીકળ્યા. પાછળ ભરત પણ ઊભા થયા અને શ્રીરામની સાથે જ બહાર આવ્યા. મેદાનમાં ઊભેલી પ્રજાની અપાર ભીડે શ્રીરામનો જય પોકાર્યો. કોઈએ બે હાથ ઊંચા કરીને, કોઈએ મસ્તક નમાવીને શ્રીરામનું અભિવાદન કર્યું. શ્રીરામે પ્રજાને પ્રણામ કર્યા અને પ્રજા ત્યાંથી વિખરાઈ.
ત્યાંથી શ્રીરામ ભરત સાથે પાછા માતૃસદનમાં આવ્યા. અપરાજિતા લક્ષ્મણ, સીતા, વિશલ્યા સાથે ખૂબ પ્રસન્ન ચિત્તે વાતો કરી રહ્યાં હતાં. શ્રી રામ અને ભરતને જોઈ સુમિત્રાએ કહ્યું :
આજે ચારેય ભાઈઓએ સાથે બેસીને ચારેય માતાઓએ પણ સાથે ભોજન કરવાનું છે.” સુમિત્રાનો પ્રસ્તાવ સહુએ સ્વીકારી લીધો. શ્રીરામના મુખ પર ક્ષણિક ગ્લાનિ તરી આવી. શત્રુઘ્ન તે જોઈ ગયા. શત્રુઘ્ન પૂછી પણ લીધું :
આર્ય પુત્ર! આપને કંઈ ગ્લાનિ ઉપજાવનારો વિચાર આવી ગયો, નહીં?'
હા, શત્રુનુ! આજે અહીં પિતાજી નથી. પિતાજીની સ્મૃતિએ મને...' શ્રી રામનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. આંખો ભીની થઈ ગઈ. એની સાથે અપરાજિતા વગેરે સહુનાં મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. શ્રી રામના વનગમન પછી તરત જ શ્રી દશરથે સંસારનો ત્યાગ કર્યો હતો, ચારિત્ર સ્વીકારી લીધું હતું.
હૃદયને વશ કરી અપરાજિતા બોલ્યાં : “ચાલ, હવે આપણે નિત્યક્રમથી પરવારી ભોજન કરી લઈએ.”
૦
૦
૦
For Private And Personal Use Only