________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વજન-સંયોગ
૫૩ અપરાજિતાની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી. અપરાજિતાના બંને હાથ લક્ષ્મણના માથા પર ફરી રહ્યા હતા. વિલાયેલા વદને અને આંસુ નીતરતી આંખે લક્ષ્મણે અપરાજિતા સામે જોયું અને બોલ્યા :
મા, તારી આ સ્થિતિ? અકાળે વૃદ્ધ બની ગઈ છો તું.” વત્સ, હવે તને જોઈને મને પુનઃ યૌવન આવશે. તેને જોઈને જ મારું મન તો પ્રફુલ્લિત થઈ ગયું છે. જાણે તું આજે જ જન્મ્યો હોય અને મને જે સ્નેહ ઊભરાય તેવો સ્નેહ મારા હૃદયમાં ઊભરાયો છે!” અપરાજિતાએ લક્ષ્મણને આલિંગનોથી ભીજવી નાંખ્યા.
માતા, તેં તો અમારા વિરહમાં કેટલી બધી વ્યથિત થઈન, તારા શરીરને સૂકવી નાખ્યું? જ્યારે અમે તો જાણે તને ભૂલી જ ગયાં હતાં. લક્ષ્મણજી ડૂસકાં ભરતા રડી પડ્યા.
પુત્ર, વનવાસનાં કષ્ટો, વનવનમાં ભટકવું, શું ખાવાનું ને શું પીવાનું, ક્યાં સૂવાનું? રામ અને સીતા આ કષ્ટો તારી પરિચર્યાથી જ સહી શક્યાં, ત્યારે હું તો આ મહેલોમાં બેઠી રહી છું. મને વત્સ, અહીં શાં દુઃખ હતાં?” અપરાજિતાએ સાડીના પાલવથી લક્ષ્મણજીનું મુખ સ્વચ્છ કર્યું.
મા, સાચું કહું? મને તો જંગલોમાં પણ પિતાજીનો કે તારો વિરહ સાલ્યો નથી. આર્યપુત્ર પુત્રની જેમ મારું લાલન કર્યું છે કે દેવી સીતા, એ તો તું જ હતી! મને સદેવ દેવી સીતામાં તારાં દર્શન થયાં હતાં!
લક્ષ્મણજીના આ શબ્દોથી સીતા સુમિત્રાના ખોળામાં છુપાઈ ગયાં. સુમિત્રાએ સીતાને છાતી સરસી ચાંપી, પુનઃ પુનઃ આલિંગન આપ્યાં.
માતા, અમારી થોડીક અસાવધાનીએ, દેવી સીતાને કેવા સંકટમાં મૂકી દીધાં? પરંતુ તારા આશીર્વાદથી શત્રુઓનો સાગર તરીને, આર્યપુત્ર સપરિવાર અહીં આવી ગયા!
બીજી બાજુ સીતા સુમિત્રાના કાનમાં કહી રહ્યાં હતાં : “આર્યપુત્રને અને વત્સ લક્ષ્મણને મારા નિમિત્તે મરણાંત કષ્ટ સહવાં પડ્યાં. હું સાથે ન ગઈ હોત તો..” સુમિત્રાએ એના મુખ પર હાથ મૂકી કહ્યું :
“એવું ન બોલ બેટી! વત્સ રામ અને લક્ષ્મણ તો વિશ્વમાં અપરાજેય છે! તારા માટે પ્રાણ પણ આપી દે! એ તો એમનું કર્તવ્ય છે.”
મહામંત્રીએ શ્રી રામને નિવેદન કર્યું ?
For Private And Personal Use Only