________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વજન-સંયોગ
૭૫૧ જોઈને બોલી ઊઠ્યાં; “આર્યપુત્ર! અયોધ્યાની પ્રજા તો જુઓ, આપણા સ્વાગત માટે હાથ ઊંચા કરી નાચી રહી છે! સહુથી આગળ હાથી ઉપર ભરત અને શત્રુઘ્ન જ દેખાય છે!.
સીતાજીનાં નયન હર્ષનાં આંસુથી ભીનાં થયાં હતાં. હાથી ઊભો રહી ગયો હતો અને ભરત-શત્રુઘ્ન નીચે ઊતરી રહ્યા હતા. શ્રી રામે આજ્ઞા કરી : | ‘વિમાનને હાથી પાસે નીચે ઉતારો.”
વિમાનચાલકે આજ્ઞા શિરોધાર્ય કરી, વિમાન નીચે ઉતાર્યું. હજારો સૈનિકોએ ચારેબાજુ ઘેરો ઘાલી દીધો. લોકોની અપાર ભીડના ધસારાને વશ રાખવાનો હતો. વિમાન નીચે ઊતરતાં જ શ્રી રામ અને લક્ષ્મણ છલાંગ મારી, નીચે ઊતરી ગયા. ભારત અને શત્રુગ્ન દોડતા જઈને, શ્રીરામનાં ચરણોમાં પડી ગયા. તેઓની આંખોમાંથી હર્ષનાં આંસુઓની ધારાઓ વહી રહી. શ્રીરામે ભરતને ઉઠાડીને પોતાના બાહુપાશમાં જકડી લીધો, વારંવાર એના મસ્તકે ચુંબન કરતા, શ્રી રામે પોતાના ઉત્તરીય વસ્ત્રથી ભરતની આંખો લૂછી. પગમાં આળોટતા શત્રુઘ્નને, શ્રીરામે મહામહેનતે ઊભો કર્યો અને સ્નેહ-પાશમાં જકડીને વાત્સલ્યથી નવરાવી દીધો.
ત્યારબાદ ભરત-શત્રુઘ્ન લક્ષ્મણજીના ચરણે નમન કર્યું. લક્ષ્મણે બંને અનુજોને પોતાના બાહુઓમાં સમાવી લઈ, આલિંગન આપ્યાં.
કોઈ કંઈ બોલી શક્યું નહી. મૌનની ભાષામાં મિલન થયું. મૌનની ભાષામાં સ્વાગત થયું. ચારેબાજુ ઊભરાયેલો માનવસમૂહ રાજકુમારોના મિલનથી, હર્ષવિભોર થઈ ગયો. સીતાજીએ સાડીનાં પાલવથી હર્ષાશ્રુ લૂક્યાં. - શ્રી રામ ત્રણ ભાઈઓની સાથે પુષ્પક વિમાનમાં આરૂઢ થયા. તેમણે વિમાનચાલકને ત્વરાથી અયોધ્યાપ્રવેશ માટે આજ્ઞા કરી. આકાશમાર્ગે અને ભૂમિમાર્ગે વાજિંત્રોના નાદ ગુંજી ઊઠ્યા. પુષ્પકે અયોધ્યામાં પ્રવેશ કર્યો. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાએ વર્ષો પછી અયોધ્યા જોઈ. એ નગરીએ નવો શણગાર સજ્યો હતો, નવા રૂપે-રંગે, એ નગરીએ શ્રીરામનું સ્વાગત કર્યું. લંકાના શિલ્પીઓ અને કલાકારોએ અયોધ્યાને અભિનવ રૂપ આપ્યું હતું. | વિશાળ રાજમાર્ગો ઉપર અને ઊંચા મહાલયોની અટ્ટાલિકાઓમાં હજારો સ્ત્રીઓ હર્ષઘેલી બની, શ્રીરામને પુષ્પ અને અક્ષતથી વધાવતી હતી. નિર્નિમેષ દૃષ્ટિથી, ઉત્કંઠાભરેલા મનથી અને પ્રશંસાભરી વાણીથી શ્રીરામનું સ્વાગત કરતી હતી. શ્રી રામ, લક્ષ્મણ અને સીતા પ્રસન્નવદને પ્રજાજનોનું સ્વાગત ઝીલતાં હતાં.
For Private And Personal Use Only