________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૮૮. સ્વજન-સંયોગ સંયોગ પછી વિરહની વ્યથા! વિરહ પછી સંયોગની કથા.!!
હા, વર્ષોના વિરહ પછી આજે સંયોગ થવાનો છે. ભાઈઓનો ભાઈઓ સાથે, પુત્રોનો માતા સાથે અને પ્રજાનો પ્રિય રાજા સાથે! સંયોગની કલ્પનામાં પણ રોમાંચ હોય છે એવો અકથનીય રોમાંચ માત્ર ભરત, શત્રુઘ્ન કે કૌશલ્યાસુમિત્રા જ અનુભવતાં હતાં એમ નહીં, અયોધ્યા તરફ તીવ્ર ગતિથી આવી રહેલા પુષ્પક વિમાનમાં આરૂઢ થયેલાં શ્રીરામ, લક્ષ્મણજી અને દેવી સીતા પણ અનુભવી રહ્યાં હતાં. અરે, કકયી પણ આંતર-આનંદની અનુભૂતિ કરી રહી હતી. અયોધ્યાની પ્રજાએ અયોધ્યાના એક એક માર્ગને, મકાનને અને મહેલોને શણગાર્યા હતાં.
આજન્મ માતૃભક્ત રહેલા શ્રી રામ અને લક્ષ્મણનાં હૃદય માતૃદર્શન અને માતૃસ્પર્શ માટે કેવા આતુર હશે, એની કલ્પના માતૃભક્ત પુત્ર સિવાય કોણ કરી શકે? આજન્મ માતૃભક્ત રહેલા ભરતના હૃદયનાં સ્પંદનોનું સંવેદન કોણ કરી શકે? કહો કે આજે અયોધ્યાના પ્રાણ ધબકતા હતા. આનંદ મૂર્તિમંત બની, અયોધ્યાની ગલી-ગલીમાં ઉત્સવ ઘેલો બની, રમણે ચડ્યો હતો.
લાખો પ્રજાજનો અયોધ્યાના બાહ્યપ્રદેશમાં ઊભરાયાં હતાં. ભરત અને શત્રુઘ્ન હાથી પર આરૂઢ થઈ, પુષ્પક વિમાનમાં આગમનની દિશામાં આગળ વધી રહ્યા હતા. રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ પણ ભરત-શત્રુનનું અનુસરણ કરી રહ્યા હતા.
ત્યાં સૂર્યોદય થયો. આકાશમાર્ગ પક્ષીઓના કલરવથી મુખરિત બન્યો. સહુની નજર આકાશ તરફ મંડાયેલી હતી. જે વિમાનની દંતકથાઓ લોકોએ સાંભળી હતી, તે પુષ્પક વિમાન આજે સગી આંખે જોવાની તીવ્ર ઉત્કંઠા પ્રજાજનોને હતી. ત્યાં જ ક્ષિતિજ પર એક ટપકું દેખાયું. ગતિ કરતું એ ટપકું, મોટું થતું જતું હતું. થોડી જ ક્ષણોમાં એ ટપકું વિમાન બની ગયું! અયોધ્યા તરફ જ તે આવી રહ્યું હતું. પ્રજાએ શ્રી રામના જયજયકારથી આકાશને ગજાવવા માંડ્યું.
પુષ્પક વિમાન જેમ જેમ નિકટ આવતું ગયું તેમ તેમ તેની ઊંચાઈ ઘટતી ગઈ. વિમાનમાંથી સીતાજી અયોધ્યાના બાહ્યભાગમાં ઊમટેલા માનવમહેરામણને
For Private And Personal Use Only