________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકામાં છેલ્લી રાત
૭૪૫ જ્યારે સીતાજી શ્રી રામ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં ત્યારે તે જાણતાં જ હતાં કે હું અયોધ્યાની ભાવિ મહારાણી બનવા જઈ રહી છું.” પરંતુ તેઓ રામપત્ની જ બની રહ્યાં. મહારાણી બનવાની આશા તો વચગાળામાં અદૃશ્ય બની ગઈ હતી. પરંતુ રાવણના વધ પછી, લંકામાં છેલ્લા કેટલાક સમયથી સીતાને આ વિચાર પણ ક્યારેક આવી જતો હતો. “અયોધ્યા ગયા પછી શ્રી રામનો રાજ્યાભિષેક થશે? તો ભરત રાજ્ય છોડી દેશે? હા, ભરતને તો ત્યારે પણ રાજ્ય ક્યાં જોઈતું હતું? અરે, લંકાવિજય પછી બિભીષણ ક્યાં રાજા થવા માંગતા હતા? એ તો આર્યપુત્રે જ એમને રાજ્યાભિષેક કરાવ્યો. શ્રી રામ રાજા થવા ચાહતા જ નથી શું? સીતાજીને આ શંકા છે. શ્રી રામે આંખો ખોલી સીતાજી સામે જોયું. પૂછવું છે કંઈ! પૂછો?” શ્રી રામ બોલ્યા. હું તો આપની નિઃસ્પૃહતાનો વિચાર કરતી હતી!' “એટલે? આપને રાજા બનવાની કામના જ નથી!” એવું કોણે કહ્યું?” કહે કોણ? આપનું જીવન જ બતાવે છે ને! ભરતને રાજા ક્યાં બનવું હતું? આપે જ રાજા બનાવ્યા ને! આ બિભીષણ પણ આપને જ રાજા બનાવવા નહોતા ચાહતા? આપે જ ના પાડી અને એમનો રાજ્યાભિષેક કર્યો.
સાચી વાત કહી, દેવી! તમને પણ ગમ્યું ને?”
જે આર્યપુત્રની ઇચ્છા. મને ન ગમવાનું છે શું? મારે તો આપની છાયા જોઈએ. મારી પાસે સ્વર્ગ છે! પરંતુ આપ કેવા નિઃસ્પૃહ છો!
દેવી! રાજા બનીને શું વિશેષ છે? ભલે બિભીષણ કે ભરત રાજાઓ છે, આપણે એમને એમ કહીએ તેમ તેઓ કરવા તૈયાર નથી? રાજા બનીને કરવાનું તો છે પ્રજાનું પાલન ને? પ્રજાના હિતનો જ વિચાર કરવાનો છે. એ કામ રાજા બન્યા વિના પણ થઈ શકે છે. નારદજી કહેતા હતા કે ભરતથી અયોધ્યા રાજ્યની પ્રજા સંતુષ્ટ છે. ભરત પ્રજાના હિતનું કામ કરે છે. સ્વયં નિષ્કામ છે, આવો રાજા હોય પછી આપણે રાજા થવાની શી જરૂર?”
સીતાજી સાંભળી જ રહ્યાં! એમની શંકા હવે શંકા ન રહી, પરંતુ સાચી હકીકત બની ગઈ. એમને ચોક્કસ સમજાઈ ગયું કે આર્યપુત્ર અયોધ્યા ગયા પછી પણ રાજા બનવાના નથી!
For Private And Personal Use Only