________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭. લંકામાં છેલ્લી રાત - આર્યપુત્ર, કાલે પ્રભાતે આપણે અયોધ્યા પહોંચી જઈશું ને?'
હા દેવી, કાલે માતા અપરાજિતાનાં પુણ્યદર્શન થશે! અયોધ્યાની પ્રજા આપનાં દર્શન માટે કેટલી ઉત્સુક હશે! ચારેય માતાઓ અને ભરત.!” સીતાજીનો સ્વર ભાવભીનો બની ગયો.
ભરત? હા એની દશા તો પાણી વિનાની માછલી જેવી થઈ છે. ભરત સાચે જ ઉત્તમ પુરુષ છે.” શ્રી રામે લંકા ઉપર દૃષ્ટિ દોડાવી. લંકા સૂઈ ગઈ હતી. માત્ર રાજમહાલયો અને હવેલીઓ દીપકોની રોશનીમાં ઝળહળી રહ્યાં હતાં. પહેરેગીરોનો પગરવ અને ક્યારેક શ્વાનોનો અવાજ... એ સિવાય સંપૂર્ણ શાંતિ હતી.
મધ્યરાત્રિનો સમય છે. દેવી સીતાને નિદ્રા નથી આવતી. શ્રી રામ પણ અલ્પ નિદ્રામાં છે. સીતાજીએ દીપકની જ્યોતને તેજસ્વી કરી. તેઓ શ્રી રામના શયનકક્ષમાં પ્રવેશ કરે છે અને શ્રી રામ જાગી જાય છે. લંકામાં આ છેલ્લી રાત છે. આવતીકાલે લંકાને છોડી, અયોધ્યા પહોંચી જવાનું છે! સીતાજીની સામે અયોધ્યાનાં ભિન્ન ભિન્ન ચિત્રો આવી રહ્યાં છે. ભૂતકાળના અનેક પ્રસંગોની સ્મૃતિ ઊભરાઈ રહી છે, તેઓ શ્રી રામની પાસે આવી બેસી ને ગયાં.
નારદજી કહેતા હતા કે માતા અપરાજિતા સુમિત્રા સારાં વસ્ત્ર પહેરતાં નથી, હસતાં નથી કે કોઈને મળતાં નથી. દિનરાત રડ્યા કરે છે.' સીતાજીનું કોમળ હૃદય રડી પડ્યું.
માતા કૈકેયી માટે પણ નારદજી એમ જ કહેતા હતા. કેકેયીને આપણા ઉપર ઘણું જ વાત્સલ્ય છે. એમને ખ્યાલ જ નહીં કે ભારત રાજ્ય નહીં સ્વીકારે અને એ માટે આપણે અયોધ્યાનો ત્યાગ કરીશું! જો એવો ખ્યાલ હોત તો એ ભરત માટે રાજ્ય માંગત જ નહીં! ખેર, હવે તો એ બધું ભૂતકાળનું સ્વપ્ન બની ગયું. કાલે પુનઃ એ સ્વજનોનું મિલન થશે!”
શ્રી રામે સીતાજીની સામે જોયું. સીતાજીના મુખ પર પ્રસન્નતા હતી. શ્રી રામે કહ્યું :
દેવી! ચારેય માતાઓ અને ભરત-શત્રુન અત્યારે અયોધ્યાના રાજમહેલોમાં જાગતાં હશે! તેઓ પણ આપણા વિચારોમાં ખોવાયેલાં હશે.” “હા, આપણા વનવાસની વાતો જાણવાની પણ જિજ્ઞાસા હશે ને!'
For Private And Personal Use Only