________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યાના રાજમહેલમાં
૭૪૧ ધૃણા નથી, તિરસ્કાર નથી. રામ પ્રત્યે તેમને વાત્સલ્ય છે, પરંતુ ભારત વિરહની કલ્પના તેમને અસ્વસ્થ બનાવે છે. ભરત પ્રત્યેનો અપાર સ્નેહ... ભરત પ્રત્યેનું અતિવાત્સલ્ય તેમને દુઃખી કરી રહ્યું છે. ભરતને... એના વ્યક્તિત્વને એ ઓળખે છે. એ સંસારમાં રહે જ નહીં, એ વાત પણ જાણે છે. શ્રી રામ અયોધ્યામાં પગ મૂકશે અને ભરત અયોધ્યાનો ત્યાગ કરશે! આ વિચાર કેકેયીને ધ્રુજાવી દે છે. હવે ભરતને સંસારમાં પકડી રાખવા માટે કૈકેયી પાસે બીજો કોઈ ઉપાય નથી. હા, શ્રીરામના કહેવાથી ભરત રોકાઈ જાય ને જલ્દી. સંસારત્યાગ ન કરે તે બની શકે! કૈકેયીને કંઈક રાહત થઈ. એની મુખમુદ્રા પર ચમક આવી. “હું રામને કહીશ, તે જરૂર ભરતને રોકશે, અને મારો ભરત રામને પિતાતુલ્ય ગણે છે! અરે, પિતાથી પણ અધિક માને છે. એટલે રામનું વચન એ જરૂર માનશે!” કૈકેયીને ઉપાયની સફળતા સમજાઈ. તે ભોજનથી નિવૃત્ત થઈ, સીધી ભરત પાસે પહોંચી ગઈ.
બેટા, બધી તૈયારીઓ થઈ ગઈ? આ લંકાના શિલ્પીઓએ તો અયોધ્યાની કાયાપલટ જ કરી દીધી!
હા માતાજી સ્વાગતની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. બાકી આર્યપુત્રના સ્વાગત માટે હું શું તૈયારીઓ કરી શકું? જેટલું કરું એટલું અધૂરું જ લાગે છે. કાલે આર્યપુત્રનાં દર્શન કરી કૃતાર્થ થઈશ.” ભરત દૂર દૂર લંકાની દિશામાં દૃષ્ટિ નાખતાં બોલ્યા.
ભરત! મારા નિમિત્તે મારા રામને કેટલું કષ્ટ પડ્યું? શું રામ મને ક્ષમા આપશે? રામના ગુણો તો અગણ્ય છે, હું ક્ષમા માંગીશ.”
ભરત કેકેયીની વાત સાંભળી રહ્યા. કંઈ ન બોલ્યા. તેમને મન આ વાતનું કોઈ મહત્ત્વ ન હતું. “પ્રભાતે કયા સમયે વિમાન આવશે?” કેકેયીએ વાત બદલી. લગભગ એક પ્રહર વીત્યા પછી.” વિમાન ક્યાં ઊતરશે?'
પૂર્વ દિશાના દરવાજા બહાર. ત્યાં વિમાનને ઊતરવાની બધી જ સગવડો કરવામાં આવી છે.”
મહામંત્રી ભરતને મળવા ખંડમાં પ્રવેશ્યા, કૈકેયીને પ્રણામ કર્યા, પછી ભરતને પ્રણામ કર્યા અને પોતાના આસને ગોઠવાયા.
For Private And Personal Use Only