________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકામાં છેલ્લી રાત
૭૪૭ પહોંચવાનું છે, તે છતાં ય એમ થયું કે આપની પાસે આવીને જિજ્ઞાસા સંતોષે!”
“શું માતા સુમિત્રા અને અપરાજિતા દેવી સીતા જેવી જ પ્રેમાળ અને ઉદારહૃદયી છે?'
હા, એ માતાઓનું વાત્સલ્ય, ઉદારતા, અને સ્નેહ અવર્ણનીય છે. એમ તો કેયી અને સુપ્રભા પણ તમને ખૂબ ચાહશે.'
“સ્ત્રીના માટે માત્ર પતિનો જ પ્રેમ પર્યાપ્ત નથી હોતો. તેણે જે પરિવારની વચ્ચે રહેવાનું, જીવવાનું હોય છે, એ પરિવારના એક એક સભ્યનો સ્નેહ અપેક્ષિત હોય છે. તેમાં ય સાસુઓનો પ્રેમ જે પુત્રવધૂઓને પ્રાપ્ત થાય છે, તે પુત્રવધૂઓ ઘરમાં સ્વર્ગ જેવું સુખ અનુભવે છે. જો કે પતિનો સ્નેહ અને પતિની વફાદારી તો જોઈએ જ.' વિશલ્યાને હવે અયોધ્યાના વિશાળ પરિવારમાં જવાનું હતું. સાસુઓ, જેઠાણી, દેરાણીઓ, દિયરો.. આ બધાની સાથે તેણે સુમેળ સાધવાનો હતો. વિશલ્યાની એ માટેની જિજ્ઞાસાઓ સ્વાભાવિક હતી. દેવી સીતા તરફથી તો તે સંપૂર્ણ સંતુષ્ટ હતી. સીતામાં તેણે જેઠાણીપણું ક્યારેય જોયું ન હતું. માતૃત્વનાં જ દર્શન કર્યા હતાં. લક્ષ્મણજીના કહેવાથી એના મનને આશ્વાસન મળ્યું કે તેની ચારેય સાસુઓમાં પણ એવું જ વાત્સલ્ય છે. તેને
સંતોષ થયો.
બીજી જિજ્ઞાસા એની એ હતી “શું' લક્ષ્મણજી હંમેશાં રાજપદવીથી દૂર રહેશે? અયોધ્યાના સિંહાસને અત્યારે ભરત છે. શ્રી રામ ત્યાં પધાર્યા પછી રાજા શ્રી રામ બનશે. લક્ષ્મણજીનું શું? પરંતુ આ અંગે લક્ષ્મણજીને કેવી રીતે પૂછવું એ સમસ્યા હતી. છતાં વિશલ્યા બુદ્ધિમાન હતી. તેણે પૂછ્યું :
નાથ, અત્યારે તો અયોધ્યામાં રાજ્ય ભરત સંભાળી રહ્યા છે ને?' “હા!'
ત્યાં આપણાં પહોંચ્યા પછી ભારત એક ક્ષણ માટે પણ રાજસિંહાસને નહીં બેસે, ખરું ને?'
“સાચી વાત છે! “તો આર્યપુત્ર જ રાજા બનશે!” અત્યારથી શું કહી શકું? આર્યપુત્ર ભરતને જ આગ્રહ કરશે.” ‘છતાં ભરત ન માન્યા તો?' તો આર્યપુત્રે જ રાજસિંહાસન શોભાવવું પડશે.”
For Private And Personal Use Only