________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૭૪૬
પરંતુ આ સીતાજી હતાં, ઉચ્ચ આદર્શોની જીવંત પ્રતિમા! મહારાણીપદની સ્પૃહા એમને સતાવે એમ ન હતી. શ્રી રામના ઉચ્ચ આદર્શો સાંભળીને એમનું મન પ્રસન્ન બની ગયું.
‘આપના ઉચ્ચ આદર્શને હું નમસ્કાર કરું છું. પરંતુ શું આપ અયોધ્યા પધારો પછી ભરત રાજા બન્યા રહેશે ખરા? અરે, એમને રાજા બનાવવા માટે તો આપે વનવાસ માગી લીધો?'
‘તમારી શંકા ઉચિત છે. પરંતુ હું ભરતને સમજાવી દઈશ! પછી જેવા ભાવિભાવ!'
‘સત્ય છે નાથ! આપની આજ્ઞા ભરત ક્યારે ય ન ઉથાપે. ભરતને આપના પ્રત્યે અનન્ય અનુરાગ છે, પરંતુ અનુરાગમાંથી બે વાતો જન્મે છે! એ જ અનુરાગથી પ્રેરાઈને તે આપને રાજા બનાવવા ચાહે અને એ જ અનુરાગથી અનિચ્છાએ પણ આપની આજ્ઞા શિરોધાર્ય કરે!'
સીતાજીએ આજે મન ખોલી નાંખ્યું હતું. આજે એમને ખુલ્લા હૃદયે વાત કરવાનો પણ સારો અવસર હતો. અયોધ્યા ગયા પછી તો ઘણાં બંધનો હતાં. રાત્રિ ઘણી વીતી ગઈ હતી. શ્રી રામનો વિનય કરી, સીતાજી પોતાના ખંડમાં ગયાં.
સીતાજીના વિચારો, ઉત્કંઠાઓ, અભિલાષાઓ કરતાં વિશલ્યાના વિચારો, ઉત્કંઠાઓ, અભિલાષાઓ જુદા જ પ્રકારનાં હતાં. પરંતુ જેમ સીતાજીને લંકાની એ છેલ્લી રાત નિદ્રાવિહોણી બની ગઈ હતી તેમ વિશલ્યાને પણ નિદ્રા આવી ન હતી. વિશલ્યા પણ લક્ષ્મણજી પાસે પહોંચી ગઈ હતી. લક્ષ્મણજી પણ જાગ્રત અવસ્થામાં સૂતેલા હતા. વિશલ્યાએ જ્યાં લક્ષ્મણજીના શયનકક્ષમાં પ્રવેશ કર્યો, ત્યાં લક્ષ્મણજી બેઠા થઈ ગયા. વિશલ્યા દીપકને તેજ કરી, યોગ્ય આસને બેઠી.
‘આજે જાણે નિદ્રા જ નથી આવતી! વિશલ્યાએ અહીં આવવાનું પ્રયોજન આડકતરી રીતે બતાવ્યું. ‘મને પણ આજે એવું જ છે!' લક્ષ્મણજીએ કહ્યું.
આપને તો આજે અયોધ્યાના જ વિચારો આવતા હશે નહીં?'
‘સાચી વાત છે. માતાઓના વિચાર, ભરતનો વિચાર, પિતાજીના વિચાર, અનેક વિચારો!'
મને પણ એવી જ જિજ્ઞાસાઓ રહ્યા કરે છે! જો કે કાલે જ અયોધ્યા
For Private And Personal Use Only