________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૨
જેન રામાયણ “મહારાજા! અયોધ્યા અને અયોધ્યાની આસપાસના ગામોના આનંદની અવધિ નથી. જાણે હર્ષનું પૂર આવ્યું છે. હું હમણાં જ પૂર્વ દિશાના દરવાજેથી આવું છું. પ્રજાજનો આર્યપુત્ર પ્રત્યેનો અપાર સ્નેહ જુદી જુદી રીતે અભિવ્યક્ત કરી રહ્યાં છે. તે એમનું સ્વાગત કરવા ભિન્ન ભિન્ન પ્રકારો અપનાવી રહ્યાં છે.' મહામંત્રીનો વૃદ્ધ દેહ થાકેલો હતો. બે ક્ષણ વિશ્રામ લઈ, તેઓએ કહ્યું :
આવતી કાલનો દિવસ અયોધ્યાના ઇતિહાસમાં અમર દિવસ બની રહેશે, -મહારાજા, આજે બસ એક જ મહાપુરુષની ગેરહાજરી મને સતાવે છે. જો મહારાજા દશરથ હોત તો!' મહામંત્રીની આંખો સજળ બની ગઈ.
મહામંત્રીજી, આવતીકાલે આર્યપુત્રની સાથે લંકાપતિ મહાત્મા બિભીષણ, હનુમાનજી, સુગ્રીવ વગેરે મહાપુરુષો પણ અહીં પધારશે. તેઓનું યથોચિત્ સ્વાગત અને આતિથ્ય કરવાનો પ્રબંધ કરો.'
રાજેશ્વર! પ્રબંધ થઈ ગયો છે. આ મોંઘેરા મહેમાનો અયોધ્યાના આતિથ્યથી ચોક્કસ પ્રસન્ન થશે.”
બીજી કેટલીક મહત્ત્વની વિચારણા કરીને, મહામંત્રી વિદાય થયા. કેકેથી પણ પોતાના મહેલે ગયાં. કૌશલ્યા શ્રી રામ-લક્ષ્મણજીના અંતઃપુરની વ્યવસ્થા, શણગાર, સગવડતાઓ વગેરે પોતાની જાત-દેખરેખ નીચે તૈયાર કરાવી રહ્યાં હતાં. ભિન્ન ભિન્ન દેશની રાજકન્યાઓ અયોધ્યાની રાણીઓ બનીને આવી રહી હતી. કૌશલ્યા અને સુમિત્રા “રાજમાતાઓ બનવાની હતી તેનો તેમને પણ હર્ષ હતો.
મધ્યરાત્રિ સુધી કોઈને નીંદ આવી ન હતી. અયોધ્યા આનંદોત્સવમાં મહાલી રહી હતી.
૦
૦
૦
For Private And Personal Use Only