________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४०
જૈન રામાયણ અનાદરવાળા બન્યા હોય તો હું રામમાં ભારતનાં દર્શન કેવી રીતે કરી શકું? મારા ભરતને તો કૌશલ્યા ઉપર કેટલો ભક્તિભાવ છે? અને સીતા? એ કોમલાંગી પુત્રવધૂને મારા નિમિત્તે જ વન-વન ભટકવું પડ્યું ને? એને મારા પ્રત્યે સદૂભાવ કેવી રીતે ટક્યો હશે?
કેકેયી વિચારોના વમળમાં અટવાઈ પડી. પરંતુ ત્યાં તો નગરમાંથી રાજમાન્ય પરિવારોનાં ઘરની સ્ત્રીઓ આવી પહોંચી અને કૌશલ્યાને નમસ્કાર કર્યા. કૌશલ્યાએ તેમનું ઉચિત સ્વાગત કર્યું.
મહાદેવી! આવતી કાલે શ્રી રામચન્દ્રજી, લક્ષ્મણજી અને દેવી સીતા સાથે પધારી રહ્યા છે, આખા નગરમાં હર્ષ ઊભરાયો છે. અયોધ્યામાં એક એક ઘર શણગારાયું છે ને લાખો સ્ત્રી-પક્ષો પ્રાણપ્યારા રામનું સ્વાગત કરવા થનગની રહ્યા છે.'
કૌશલ્યા હર્ષથી પુલકિત થઈ ગયાં. નગરશ્રેષ્ઠીની પત્નીએ કહ્યું, “મહાદેવી! કેટલાં વર્ષે શ્રીરામનું દર્શન કરીશું? હું તો જ્યારે આપનાં દર્શન કરું કે આપનો વિચાર કરું ત્યારે શ્રી રામની સ્મૃતિ આવી જ જાય છે.”
‘પણ મને તો ક્ષણે ક્ષણે રામની સ્મૃતિ થઈ આવે છે,' કૌશલ્યાની આંખો ભીની થઈ ગઈ.
હવે તો કાલે જ પુત્રદર્શનથી આપ ધન્ય બની જશો! બહેન, કેટલાં વર્ષોનાં વહાણાં વાયાં! મારી સીતાને કેવાં કષ્ટ પડ્યાં? સંસારમાં સુખ છે જ ક્યાં? જુઓને, હું મહેલમાં રહેવા છતાંય ક્યાં સુખી છું?' કૌશલ્યાએ દીર્ઘશ્વાસ લીધો.
મહાદેવી! આવતી કાલે શ્રીરામ-લક્ષ્મણજી અને સીતાને જોશો એટલે બધું જ દુઃખ વિસરાઈ જશે.”
તમારી વાત સાચી છે.”
એટલામાં પરિચારિકાએ આવીને, ભોજન માટે નિમંત્રણ કર્યું. અયોધ્યાની રાણીઓ ભોજન માટે ચાલી ગઈ અને મળવા આવેલી નાગરિક સ્ત્રીઓએ વિદાય લીધી.
કૌશલ્યા અને સુમિત્રા આજે હર્ષવિભોર છે. સુપ્રભા પણ ખૂબ પ્રસન્ન છે, જ્યારે કેકેયીની સ્થિતિ વિચિત્ર છે. તેની એક આંખમાં આંનદ છે તો બીજી આંખમાં વિષાદ છે. શ્રીરામને એ અંતરના સ્નેહથી ચાલે છે. એમને રામ પ્રત્યે
For Private And Personal Use Only