________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૮
જૈન રામાયણ “એ બધી વાતો તો રામ-લક્ષ્મણ અને સીતાને મુખે સાંભળવાની મજા આવશે!” સુમિત્રા બોલી.
ના રે, રામ બધી વાતો નહીં કરે, વાતો લક્ષ્મણના મુખે સાંભળીશું! કૌશલ્યાએ કહ્યું.
બીજી એક વાત કહું મા?' ભરતે કૌશલ્યા સામે જોઈને પૂછ્યું. કહે ને જલ્દી!' ‘દેવી સીતા ઉપરાંત અમારી બીજી પણ ભાભીઓ આવવાની છે કાલે!” “હું?' ચારેય માતાઓ હર્ષ અને આશ્ચર્યથી બોલી ઊઠી.
હા જી! વનવાસમાં જ્યાં જ્યાં આર્યપુત્ર પધાર્યા ત્યાં ત્યાં અનેક રાજ કન્યાઓ સાથે લક્ષ્મણજીએ પાણિગ્રહણ કર્યું અને આર્યપુત્રને પણ પાણીગ્રહણ કરવું પડ્યું!
આ વાત તો તેં અમને ક્યારેય ન કરી?” સુમિત્રાએ કહ્યું. “એ ન કરે! એને તો સ્ત્રીઓ નાગણો જ દેખાય છે, વૈરાગી છે મારો પુત્ર!' કૌશલ્યાએ ભરતના માથે ટપલી મારતાં કહ્યું. ભરત મૌન રહ્યા પણ કૈકેયેથી ન રહેવાયું.
જ્યારથી મહારાજાએ ચારિત્ર લીધું છે, ભરતને બસ ચારિત્રની જ રઢ લાગી છે. ભોગવિલાસને તુચ્છ ગણે છે. રંગરાગનો છાંટો ય લાગવા દેતો નથી. જ્યારે સમય મળે છે ત્યારે બસ, પરમાત્માના ધ્યાનમાં લીન! ક્યારેક મહેલના ઝરૂખે ઊભો ઊભો, નીલા આકાશ સામે જોતો, વિચારમાં ગરકાવ! ક્યારેક મધ્યરાત્રિએ જોઉં તો પલંગ ખાલી હોય અને ભૂમિ પર પદ્માસન લગાવીને ધ્યાનમાં ખોવાયેલ હોય. જો કે હું એને કંઈ જ કહેતી નથી, એના દિલને દુઃખી કરવા માંગતી નથી. પરંતુ મને એમ લાગે છે, એ એના પિતાના માર્ગે.” કેકેયીનો કંઠ ભરાઈ ગયો, આંખો આંસુભીની થઈ ગઈ. “પણ બેટા, હવે હું તારા માર્ગમાં આડે નહીં આવું; હું તારા વલોવાતા, ચારિત્ર વિના તરફડતા હૃદયની વાણી સાંભળી શકું છું.” કિકેયીએ સાડીના પાલવથી પોતાનું મુખ ઢાંકી દીધું. કૌશલ્યા ભરતની પીઠ પર પોતાનો પ્રેમાળ હાથ ફેરવતી બોલી :
બેટા ભરત! જાઓ અને કાલની તૈયારીઓ કરો' ભરતની સાથે શત્રુઘ્ન પણ ત્યાંથી ગયા.
કૈકેયી રડી રહી હતી. કૌશલ્યાએ કૈકેયીને પ્રેમાર્ટ શબ્દોમાં કહ્યું.
For Private And Personal Use Only