________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
566
જૈન રામાયણ
આરાધના માટે પર્વતોની ગુફાઓમાં દોડ્યો જાઉં.' એમને નિરંતર લાગતું કે ‘મને એ ગુફાઓ બોલાવી રહી છે, મને એ જંગલો પોકારી રહ્યાં છે. મારે પિતાજીના માર્ગે જવું છે.' ભરતે પોતાના જીવનને ત્યાગમય બનાવ્યું હતું. પોતાની દૃષ્ટિને વૈરાગી બનાવી હતી, જ્યારથી શ્રી રામના આગમનના સમાચાર મળ્યા હતા, ત્યારથી ભરતને આનંદ થયો હતો, પણ એ આનંદ ભ્રાતૃમિલનનો જેટલો ન હતો તેટલો પોતાનો ચારિત્રમાર્ગે સરળ થવાનો હતો. રોજ ભરત કૌશલ્યા અને સુમિત્રાનાં દર્શન કરવા જાય છે. રોજ બંને માતાઓ શ્રી રામના આગમનના સમાચાર પૂછે છે. ભરત શક્ય એટલા બધા જ સમાચાર આપે છે, પરંતુ આજે તો જ્યારે ભરત કૌશલ્યા પાસે ગયા, કૌશલ્યાએ હેતથી ભરતને નવરાવી દીધા. ભરતના માથે પ્રેમાળ હાથ ફેરવતી કૌશલ્યા બોલી :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘બેટા, આવતી કાલે જ રામ આવે છે ને?'
‘હા, મા, આવતી કાલે સૂર્યોદયથી ચાર ઘટિકા વ્યતીત થતાં આર્યપુત્ર... ‘બેટા, તે રાવણના વિમાનમાં આવશે?’
‘હા, રાવણના પુષ્પક વિમાનમાં આવશે.’
‘લક્ષ્મણ અને સીતા, હા, બેટા સીતાને હું કેટલાં વર્ષે જોઈશ.' કૌશલ્યાની આંખો સજળ બની ગઈ.
‘અને માતા, આર્યપુત્ર આપનાં દર્શન કેટલાં વર્ષે ક૨શે? લક્ષ્મણ તો આવતાં જ આપનાં ચરણોનું આંસુઓથી પ્રક્ષાલન ક૨શે મા!'
‘હા બેટા, મારો લક્ષ્મણ તો લક્ષ્મણ જ છે. એ બોલે ત્યારે તો બસ... પણ એનાથી કોઈનું દુઃખ જોયું ન જાય.'
એટલામાં સુમિત્રા અને કૈકેયીએ પણ કૌશલ્યાના શયનગૃહમાં પ્રવેશ કર્યો. બેટા ભરત! કાલે જ રામ, લક્ષ્મણ અને સીતા સાથે આવી રહ્યાના સમાચાર મહામંત્રીએ આપ્યા.’
‘હા સમાચાર સાચા છે,' કૈકેયીને ભરતે ઉત્તરે આપ્યો. કૌશલ્યા સ્મૃતિના ભાવપ્રવાહમાં વહી રહ્યાં હતાં.
‘ભરત! સારું થયું લક્ષ્મણ સાથે ગયો તે, નહિતર પેલો રાવણ મારી સીતાને ઉપાડી ગયો હતો ત્યારે રામનું શું થાત? એ એકલો.'
‘અને મા, રાવણનો યુદ્ધના મેદાન ઉપર વધ પણ લક્ષ્મણજીએ કર્યો હતો
ને?'
For Private And Personal Use Only