________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જૈન રામાયણ આજ્ઞા પ્રદાન કરો. સંપ્રતિ જ આપનો લંકાના સિંહાસને રાજ્યાભિષેક કરીએ, આપ લંકાને પવિત્ર કરો, મારા પર કૃપા કરો, મારી ઇચ્છા પૂર્ણ કરી, મને અનુગૃહિત કરો.”
શ્રી રામ બોલ્યા : “હે મહાત્મનું! શું તમે ભૂલી ગયા કે મેં તમને પૂર્વે જ લંકાનું રાજ્ય આપેલું છે! તમારી મારા પ્રત્યેની અપાર ભક્તિ અને અવિહડ સ્નેહ તમને એ ભુલાવી દે, પણ હું આપેલું વચન કેમ ભૂલી શકું?'
શ્રી રામે સુગ્રીવને સંકેત કર્યો. રાજ્યાભિષેકની સામગ્રી તત્કાળ સુગ્રીવે ઉપસ્થિત કરી અને તત્કાળ લંકાના રાજ્ય પર શ્રી રામે બિભીષણનો અભિષેક કર્યો. સભાએ લંકાપતિ બિભીષણનો જય પોકાય.
લંકાની પ્રજાને ત્યારે પ્રતીતિ થઈ કે શ્રી રામ-લક્ષમણ રાજ્યના લોભથી નથી લડ્યા, પરંતુ સીતાની ખાતર લડ્યા છે. શ્રી રામ, લક્ષ્મણની રાજ્ય પ્રત્યેની નિઃસ્પૃહતાએ લંકાની પ્રજાને મોહી લીધી.
શ્રી રામે પરિવાર સહિત રાવણના આવાસમાં નિવાસ કર્યો. બિભીષણે રાજ્યની ધુરા ધારણ કરી, વ્યવસ્થાતંત્ર સંભાળી લીધું. શ્રી રામે સુગ્રીવને કહ્યું :
અમે અયોધ્યાથી વનવાસમાં નીકળ્યા પછી અનેક સ્થળે અનેક રાજકમારીઓ સાથે પાણિગ્રહણ કરવાનું વચન આપતા આવ્યા છીએ. હું ઇચ્છું છું કે તે તે વિદ્યાધરો, દૂતો દ્વારા આજ્ઞાપન કરી, રાજકુમારીઓને અહીં બોલાવી, તેમની સાથે પાણિગ્રહણ કરી વચનનું પાલન કરવું જોઈએ.”
શ્રી રામની આજ્ઞાથી સુગ્રીવે વિદ્યાધર-દૂતોને શ્રી રામનો સંદેશો આપીને, આકાશયાનમાં રવાના કર્યા. સિહોદર વગેરે રાજાઓનાં નામ તેમને સૂચિત કર્યા હતાં. વિદ્યાધર દૂતો એ પ્રમાણે રાજાઓ અને રાજ કન્યાઓને લઈ લંકા આવી ગયા, શ્રીરામ-લક્ષ્મણે વિધિપૂર્વક તે રાજ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. નર-નારીઓએ મહોત્સવ મનાવ્યો.
યથેચ્છ ભોગસુખ ભોગવતા શ્રી રામ-લક્ષ્મણે લંકામાં છ વર્ષ વિતાવ્યાં. સુખના દિવસો વ્યતીત થતાં વાર લાગતી નથી, લંકા શ્રી રામ માટે અયોધ્યા
*વાલ્મિકીકૃત રામાયણમાં અને તુલસીકૃત રામાયણમાં શ્રીરામને એક જ પત્ની હતી, એમ કહેવાયું છે. શ્રી હેમચન્દ્રસૂરિકૃત રામાયણમાં રામને અનેક પત્ની હોવાનું પ્રતિપાદન છે.
For Private And Personal Use Only