________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૨
જેન રામાયણ નારદજીએ અવિલંબ આકાશમાર્ગે પ્રયાણ કર્યું. લોકો પાસેથી જાણી લીધું કે રામ-લક્ષ્મણ લંકામાં વસે છે. તેઓ અલ્પ સમયમાં લંકાના દ્વારે આવી પહોંચ્યા.
શ્રી રામ નારદજીને જોતાં ઊભા થઈ ગયા અને રામે સામે આવી, ઉચિત સત્કાર કરી પૂછ્યું. “દેવર્ષિ! અહીં કેમ પધારવાનું થયું?” - નારદજી કંઈ ન બોલ્યા. તેઓ શ્રી રામ-લક્ષ્મણ અને સીતા સામે જોઈ રહ્યા. તેમના મનમાં રોષ ઊભરાઈ રહ્યો હતો. છતાં તે રોષને મુખ પર આવવા દેતા ન હતા. તેમને વિચાર આવ્યો, આપની જનની “મારા પુત્ર.. મારા પુત્ર.” કરતી આંસુઓ વહાવી રહી છે. નથી સુખે ભોજન કરતી કે નથી શાન્તિથી નિદ્રા લેતી. જ્યારે આ પુત્રોના મુખ પર માતૃવિરહના દુઃખનું નિશાન પણ નથી! કેવો આ સંસાર છે!”
શ્રી રામે પુનઃ પ્રશ્ન કર્યો. “શું વિચારમાં પડી ગયા... દેવર્ષિ? મારા યોગ્ય.” નારદજીએ કહ્યું, “હું અયોધ્યાથી આવું છું. દુઃખી અયોધ્યાનું વર્ણન કરી શકતો નથી, પરંતુ દુઃખ, શોક અને આકંદથી મૃત્યુની સમીપ પહોંચેલી તમારી જનનીઓ કૌશલ્યા અને સુમિત્રાને જ્યારે હું મળ્યો ત્યારે મારા જીવનમાં ક્યારેય ન અનુભવેલી વેદના મને થઈ આવી. તમને પ્રતિવાસુદેવની લંકામાં બિભીષણ, સુગ્રીવ જેવા સમ્રાટોની ભક્તિમાં માતાઓ ભુલાઈ જાય તે સહજ છે.'
નારદજી અખ્ખલિત ગતિએ બોલ્યા જતા હતા અને શ્રી રામ-લક્ષ્મણ અવાફ બની સાંભળ્યું જતા હતા. સીતાજીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી.
‘તમે અહીં સુખભોગમાં એવા ડૂબી ગયા છો કે ક્યાં દિન ઊગે છે ને આથમે છે તેનો ખ્યાલ નથી આવતો, જ્યારે એ કૌશલ્યા અને સુમિત્રાની એક એક ક્ષણ વર્ષ સમાન વીતી રહી છે.” “હા વત્સ રામ... હા વત્સ લક્ષ્મણ.. હા વસે સીતા. કહી કરુણ રુદન કરતી, એ માતાઓને મેં જોઈ ત્યારે મારું હૃદય દ્રવી ઊડ્યું અને હું દોડતો ભાગતો અહીં આવી પહોંચ્યો.' - શ્રી રામ કકળી ઊઠ્યા, ગદ્ગદ્ સ્વરે, આંસુભરી આંખે તેઓ બોલ્યા : “હે દેવર્ષિ, બસ કરો, સાંભળ્યું જતું નથી એ માતાઓનું દુ:ખ. એક દિવસનીય વિલંબ કર્યા વિના, અમે અયોધ્યા તરફ પ્રયાણ કરીએ છીએ.”
લક્ષ્મણ! બિભીષણને બોલાવો.' બિભીષણ આવી પહોંચ્યા. નતમસ્તકે બિભીષણે પૂછ્યું. સેવક યોગ્ય આદેશ પ્રદાન કરો.”
For Private And Personal Use Only