________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકામાં છ વર્ષ
૭૩૩ રાજનું, જીવનમાં ન થવી જોઈએ એવી ભૂલ થઈ ગઈ છે. માતાનું દુઃખ ભૂલીને તમારી ભક્તિમાં મોહિત થઈને અમે અહીં છ-છ-વર્ષ વિતાવી દીધાં. આજે પ્રયાણ કરવું જોઈએ.'
બિભીષણની આંખો આંસુથી છલકાઈ ગઈ. રામ વિનાની લંકાની કલ્પના પણ બિભીષણને રડાવી રહી હતી. “કૃપાનાથ....' બિભીષણ બોલી શક્યા નહીં.
રાજે શ્વર, અમારા વિરહના દુઃખથી, અમારી માતાઓ મૃત્યુ સન્મુખ ન થાય ત્યાં સુધી અમારે ત્યાં પહોંચી જવું જોઈએ. અમને અનુમતિ આપો.' બિભીષણ વિચારમાં પડી ગયો.
હે નાથ, આપ હવે માત્ર સોળ દિવસ વધુ રોકાઈ જાઓ, સોળ દિવસમાં હું લંકાના શિલ્પીઓને અયોધ્યા મોકલી અયોધ્યાને અનુપમ નગરી બનાવી દઉં. મારી આટલી પ્રાર્થના સ્વીકારો.”
શ્રી રામે નારદજી સામે જોયું. નારદજીએ કહ્યું.
ભલે આપ આજથી સોળમા દિવસે અયોધ્યા પધારો. હું આજે અયોધ્યા જઈને, આપના આગમનરૂપ મહોત્સવના સમાચાર આપની માતાઓને અને અયોધ્યાપતિ ભરતને આપીશ. તેમનો શોક દૂર થશે.”
નારદજીનું બિભીષણે ભાવભક્તિપૂર્વક આતિથ્ય કર્યું અને નારદજી અયોધ્યા તરફ ઊપડ્યા. સાથે જ હજારો શિલ્પીઓને આકાશયાનમાં બિભીષણે અયોધ્યા રવાના કર્યા.
લંકામાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે આજથી સોળમે દિવસે શ્રી રામ સપરિવાર અયોધ્યા ચાલ્યા જશે.
લંકાના એક એક સ્ત્રી-પુરૂષ આ સમાચારથી વ્યાકુળ થઈ ગયા. ટોળેટોળાં બિભીષણના રાજમહેલ પાસે ઊભરાવા લાગ્યાં. રડતી આંખે સહુ કહેવા લાગ્યાં, “હે લંકાપતિ, શ્રી રામને અયોધ્યા ન જવા દો. તમે અમારા સહુ તરફથી શ્રી રામને વિનંતી કરો.
પ્રજાની વિનંતી આંસુ નીતરતી આંખે અને ભારે હૈયે સાંભળી, બિભીષણ પ્રજાને કંઈ પ્રત્યુત્તર આપી ન શક્યા. પ્રજાએ શ્રી રામના મહાલય આગળ જઈ પ્રાર્થના કરી, શ્રી રામે પ્રજા સામે જોયું. સૌ ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. “લંકા છોડીને ન જશો, અયોધ્યા ન જશો.'
For Private And Personal Use Only