________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકામાં છ વર્ષ
૭૩૧ બની ગઈ હતી. તેઓને અયોધ્યા પણ યાદ આવતી ન હતી, પરંતુ અયોધ્યાને શ્રી રામ-લક્ષ્મણ અને સીતા ક્ષણે ક્ષણે યાદ આવતા હતાં! બિભીષણ, સુગ્રીવ વગેરે શ્રી રામની સેવામાં તત્પર હતા.
ઇન્દ્રજિત અને મેઘવાહન ચારિત્ર લઈ, કર્મોના સામે યુદ્ધ ખેલી રહ્યા હતા. ભલે તેઓ રામ-લક્ષ્મણના હાથે પરાજિત થયા, પરંતુ કર્મોના સામે તેઓ પરાજિત ન થયા. અનંત-અનંત કર્મોનો ક્ષય કરી, તેઓ વીતરાગ સર્વજ્ઞ બન્યા. વિંધ્ય પ્રદેશમાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યારથી એ પ્રદેશ “મેઘરથ' તીર્થરૂપે પ્રસિદ્ધ થયો. એ તપોભૂમિના સ્પર્શે અનેક પતિતોના ઉદ્ધાર થયા.
નારદજી!
પૃથ્વી પર નિરંતર પરિભ્રમણ કરનાર એ આજીવન બ્રહ્મચારી દેવર્ષિ એક દિવસ અયોધ્યાને આંગણે પધાર્યા.
તેઓ સીધા જ રાજમહેલે પહોંચ્યા. તેમને અયોધ્યા અને અયોધ્યાવાસીઓ પ્રફુલ્લિત ન લાગ્યા. રાજમહેલ ગમગીન લાગ્યો. જ્યારે તેઓ કૌશલ્યા અને સુમિત્રા પાસે પહોંચ્યા ત્યારે નારદજીનું મન દુઃખી બની ગયું. કારણ કે કૌશલ્યા અને સુમિત્રા શોકાકુળ હતાં. તેમની આંખો આંસુભીની હતી. તેમનાં શરીર સુકાયેલાં હતાં.
નારદજીનો ઉચિત સત્કાર કરી, તેમને બેસવા માટે આસન આપ્યું. નારદજીએ પ્રશ્ન કર્યો : “હે ભક્તિશાલિની! તમે વિમનસ્ક કેમ છો!” કૌશલ્યાએ કહ્યું :
હે દેવર્ષિ, મારા પુત્ર રામ, લક્ષ્મણ, પુત્રવધૂ સીતા સાથે વનમાં ગયા ત્યાં સીતાનું અપહરણ થયું. રાવણ સીતાને લંકા લઈ ગયો. રામ-લક્ષ્મણ લંકા ગયા. રાવણ સાથે યુદ્ધ થયું, રાવણે લક્ષમણ પર શક્તિ પ્રહાર કર્યો. એનું નિવારણ કરવા “વિશલ્યા ને ત્યાં લઈ જવામાં આવી. બસ, અહીં સુધી જાણવામાં આવ્યું છે. મારો પુત્ર લક્ષ્મણ જીવે છે કે નહીં? સીતાનું શું થયું? કહેતાં કહેતાં “હા વત્સ લક્ષ્મણ..” કરતી કૌશલ્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુમિત્રા પણ ડૂસકાં ભરવા લાગી. નારદજીની આંખો પણ ભીની થઈ ગઈ. રાજમાતાઓનું દુઃખ તેમનાથી જોયું ન ગયું. તેમણે કહ્યું હે સુશીલે! તમે ધેય ઘારણ કરો, શાંતિથી અહીં રહો. હું જાઉં છું અને તમારા પુત્રોને હું લઈ આવું છું.'
For Private And Personal Use Only