________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૮
જૈન રામાયણ ચિરકાલીન વિયોગ પછી, થતા સંયોગનું સંવેદન જો કે વચનાતીત હોય છે, છતાં તે સંવેદનને વચનનો વિષય બનાવવા કવિઓએ ક્યાં પ્રયત્ન નથી કર્યો? એ સમયે મહાસતી સીતાના મનના ભાવો કેવા હશે? શ્રી રામના મનની કેવી સ્થિતિ હશે? ત્યાં ઉપસ્થિત દર્શકોના મનના કેવા ભાવ હશે? શ્રી રામના મનની કેવી સ્થિતિ હશે? ત્યાં ઉપસ્થિત દર્શકોના મનના કેવા ભાવો હશે? સિદ્ધ ગંધર્વાદિએ આકાશવાણી કરી : “ઇયે મહાસતી સીતા જયતુ”
આ મહાસતી સીતા જય પામો.' લક્ષ્મણજીની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. સીતાજીનાં ચરણોમાં લક્ષ્મણજીએ પોતાનું મસ્તક મૂકી, આંસુઓથી સીતાજીનાં ચરણોનું પ્રક્ષાલન કરવા માંડ્યું.
હે તાત્, ચિરંજીવ, ચિરનન્દ, મારી તને સદૈવ આશિષ છે.” એમ કહેતાં સીતાજીએ લક્ષ્મણજીના માથે હેત વરસાવ્યાં.
ભામંડલે સીતાજીને નમસ્કાર કર્યા. સીતાજીએ પ્રસન્નતાપૂર્વક ભામંડલને આશિષ આપી, જાણે મુનિવચન!
ત્યારબાદ કપિરાજ સુગ્રીવે મસ્તક નમાવી કહ્યું : “હું સુગ્રીવ મહાસતીને પ્રણામ કરું છું.”
બિભીષણે નતમસ્તક બની કહ્યું “હું રાવણાનુજ બિભીષણ, દેવી સીતાને વંદન કરું છું.”
સીતાજી મધુર ધ્વનિથી દરેકને આશીર્વચન આપતાં જાય છે. હનુમાન, અંગદ, નલ-નીલ, પ્રસન્નીિર્તિ વગેરે આવતા ગયા અને પોતાનું નામ બતાવતા વંદન કરતા ગયા.
પૂર્ણિમાના શશાંક સાથે જેમ કુમુદિની શોભે તેમ શ્રી રામ સાથે સીતા શોભવા લાગ્યાં.
બિભીષણે શ્રી રામને પ્રણામ કરી કહ્યું : “કૃપાનાથ, લંકાના રાજમહાલયને દેવી સીતા સાથે પાવન કરો.”
શ્રી રામ સીતા સાથે ભવનાલંકાર હાથી પર આરૂઢ થયા. વિદ્યાધરોએ શ્રી રામનો જય પોકાર્યો. હર્ષનાદોથી લંકા ગાજી ઊઠી. ભવનાલંકાર હાથીની આગળ રથારૂઢ બનીને બિભીષણ માર્ગદર્શન કરાવી રહ્યા હતા. જ્યારે સુગ્રીવાદિ વાનરવીરો શ્રી રામની પાછળ પાછળ આવી રહ્યા હતા.
For Private And Personal Use Only