________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતા મિલન
૭૨૭ હે પુરુષશ્રેષ્ઠ, હવે આપ લંકામાં પ્રવેશ કરી દેવી સીતાના મનને પ્રસન્ન કરો.” બિભીષણે લંકાના રાજમાર્ગો શણગાર્યા. લંકાની પ્રજા શ્રી રામ અને લક્ષ્મણને નીરખવા રાજમાર્ગો પર ગોઠવાઈ ગઈ. “ભુવનાલંકાર' હાથી પર શ્રીરામલક્ષ્મણ આરૂઢ થયા. તેમની પાછળ બિભીષણ અને સુગ્રીવના બે હાથી ગોઠવાયા. ત્યારબાદ હનુમાન, પ્રસન્નકીર્તિ, નલ અને નીલના ચાર રથોની પંક્તિ ગોઠવાઈ. તે પછી બીજા અનેક વાનરવીરો રથારૂઢ બની, અશ્વારૂઢ બની, ગોઠવાઈ ગયા.
લંકાની પ્રજાનાં નેત્ર રામ-લક્ષ્મણ અને લાખો વાનરવીરોને જોવા ઉત્સુક હતાં. પરંતુ એ પ્રજાનાં હૃદય સંતપ્ત હતાં. આજે તેમનો પ્રિય રાજા દશમુખ કે પટરાણી મંદોદરી, યુવરાજ ઇન્દ્રજિત અને પરાક્રમી મેઘવાહન કોઈ ન હતું. રાજમહાલય સૂમસામ હતો. હર્ષ-શોકની મિશ્ર લાગણીઓ અનુભવતી, લંકાની જનતા રાજમાર્ગો પર ઊભરાઈ હતી.
વિદ્યાધરોએ દિવ્ય વાજિંત્રોના નાદથી લંકાના શોકાકુલ વાતાવરણને બદલવા માંડ્યું. કિન્નરીઓનો સમૂહ-નૃત્યો થવા લાગ્યાં. શ્રી રામનો લંકા પ્રવેશ આરંભાયો.
શ્રી રામને લંકાના રાજમહાલયોમાં નહોતું જવું. એમને જવું હતું મહાસતી સીતા પાસે, જે દિનરાત “રામ રામ' નો જાપ જપી રહી હતી. જેણે મનમાંય શ્રી રામ વિના કોઈ પુરુષની અભિલાષા કરી ન હતી અને જે મહાસતીના સતીત્વની રક્ષા ખાતર, શ્રીરામે ભીષણ રણસંગ્રામ ખેલ્યો હતો.
સીતાજી “પુષ્પગિરિના શિખરે એક રમણીય ઉદ્યાનમાં રહીને, શ્રી રામની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. શ્રીરામ હનુમાને વર્ણવેલી સીતાને જોવા ઉત્સુક હતા. - શ્રીરામ પુષ્પગિરિ પાસે આવ્યા. હાથી પરથી નીચે ઊતરી ગયા. લક્ષ્મણાદિ સર્વે શ્રીરામને અનુસર્યા. સહુ પુષ્પગિરિ પર ચઢવા લાગ્યા. પુષ્પગિરિના શિખરે, ઉદ્યાનના દ્વારે, સીતાજી આવીને ઊભાં હતાં. શ્રી રામે સીતાજીને દૂરથી જોયાં. તેઓ એક ક્ષણ થંભી ગયા. “જેવું વર્ણન હનુમાને કર્યું હતું તેવી જ સીતા દૃષ્ટિપથમાં આવી રહી છે, અને શ્રી રામ વેગથી સીતાજી તરફ દોડ્યા.
એ દંપતીના મિલનનું વર્ણન કોઈ મહાકવિઓએ કર્યું હોત તો? શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ પ્રસંગને માત્ર એક શ્લોકમાં વર્ણવ્યો છે.
તા મુસ્લિપ્ય નિજસંગે દ્વિતીયમિવ જીવિતમ્ તદેવ જીવિતમ્મન્યો ધારયામાસ રાઘવઃ ||
સીતાજીને ઉપાડીને શ્રીરામે પોતાના ઉત્સંગમાં ધારણ કરી. જાણે પોતાનું બીજું જીવન જ હોય એમ માનીને!”
For Private And Personal Use Only