________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૨
જૈન રામાયણ ‘પ્રિયે, એ દુષ્ટ અંગદે તારો કેશકલાપ પકડી તને ઘસડી છે. હું એનો બદલો લઈશ. તેના સ્વામી રામ-લક્ષ્મણનો વધ કરીને. એ જો સીતા નહીં માને તો, તેનો ચોટલો પકડીને આ મહેલમાં ઘસડી લાવીશ. બળાત્કારે તેનો સંભોગ કરીશ.' મંદોદરી સ્તબ્ધ બની ગઈ. રાવણ હાથ-મોં ધોઈ સીધો જ દેવરમણ ઉદ્યાન તરફ રવાના થયો. એ જ અશોક વૃક્ષની છાયામાં સીતાજી બેઠાં હતાં. આઠ દિવસથી યુદ્ધ બંધ છે એ તેઓ જાણતાં હતાં. રાવણ કોઈ સાધના કરવા બેઠો છે, એ વાત પણ કર્ણોપકર્ણ તેમણે સાંભળી હતી. પરંતુ તેઓ ચોક્કસ માહિતી મેળવી શક્યાં ન હતાં. “ક્યારે હું બંધનથી મુક્ત થઈશ ?” એ વિચાર હવે તેમને વધુ સતાવતો હતો. તેઓ વિચારતંદ્રામાં હતાં ત્યાં રાવણના આગમનની આગાહી થઈ. પરિચારિકાઓ દોડાદોડી કરવા લાગી.
સીતા!' રાવણનો સત્તાવાહી સૂર તેના કાને અથડાયો.
જો હું તને આજે છેલ્લીવાર સમજાવવા આવ્યો છું. આજ સુધી મેં કાકલૂદી, વિનંતી કરવામાં કઈ બાકી રાખ્યું નથી. તારાં ચરણોની ધૂળમાં હું આળોટ્યો છું, છતાં તું મારી વાત માનતી નથી. પણ હવે તારે મારી વાત માન્યા વિના છૂટકો નથી. કાલે રામ-લક્ષ્મણ સાથે અંતિમ યુદ્ધ ખેલાશે. હું કાલે ચક્રરત્નથી લક્ષ્મણનો વધ કરીશ. રામ, લક્ષ્મણની પાછળ જ મરી જશે. યુદ્ધમાંથી નિવૃત્ત થઈ, હું સીધો જ અહીં આવીશ અને તારા ભોગની પ્રાર્થના કરીશ. જો તું સ્વેચ્છાથી સ્વાધીન થઈ જઈશ તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. જો સ્વેચ્છાથી સ્વાધીન નહીં થાય તો ભલે મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય, એનાં પાપની ચિંતા કે ભય રાખ્યા વિના બળાત્કારે પણ હું તારી લાવણ્યમયી કાયાને ભેટીશ અને મારી ભોગની ભૂખ સંતોષીશ.
રાવણની હળાહળ ઝેર જેવી વાણી સાંભળતાં જ સીતાજી મૂચ્છિત થઈ, જમીન પર ઢળી પડ્યાં. પરિચારિકાઓ પૂતળાની જેમ ઊભી જોતી રહી. રાવણની આંખમાંથી રોષના અંગારા વરસી રહ્યા હતા. - નિસર્ગના શીતલ વાયુએ અને પંખીઓએ પાંખોમાં ભરી ભરી લાવેલાં શીતળ પાણીએ સીતાજીની મૂચ્છ દૂર કરી. તેઓ કરુણ સ્વરે રડી પડ્યાં. પરંતુ એક સિંહણની જેમ ગર્જના કરી તેઓ બોલ્યાં :
હે દુષ્ટ રાવણ, તું પણ સાંભળી લે, જો રામ-લક્ષ્મણનો વધ થશે, તો હું અનશન કરીશ. આ મારી પ્રતિજ્ઞા છે, જ્યાં સુધી આ દેહમાં આત્મા છે, તું
For Private And Personal Use Only