________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતા મિલન
૭૨૩ વિલાસમાં પ્રજા ડૂબી ગઈ હતી. બંધુ-મુનિ ઉદ્યાનની કુટિરમાં બિરાજ્યા હતા.
રાજા નંદિઘોષ મહારાણી ઇન્દુમુખી સાથે એ જ ઉદ્યાનમાં આવ્યો. રાજારાણી પણ વસંત-ઉત્સવના આનંદમાં મગ્ન બન્યાં હતાં. તેમની કીડા મુનિ પશ્ચિમના દૃષ્ટિપથમાં આવી. પશ્ચિમમુનિના મનને એ ક્રીડાએ આપ્યું. “એવી ક્રિીડા કરવાનું સૌભાગ્ય મને પણ મળે તો?' મુનિનું મન ગડમથલમાં પડી ગયું.
પશ્ચિમમુનિએ વિચાર્યું : મુનિજીવનમાં તો આવું સુખ ભોગવી શકું નહિ. મુનિજીવનનો ત્યાગ કરીને ગૃહસ્થ બની જાઉં તો પણ મને આવો રાજવૈભવ ક્યાંથી મળે? આવી રાણી ક્યાંથી મળે? હા, શાસ્ત્રોમાં મને જાણવા મળ્યું છે કે તપશ્ચર્યાના બળથી બીજા ભવમાં એવું સુખ મળે છે! પણ તે માટે સંકલ્પ કરવો પડે. તપશ્ચર્યાનો સોદો કરવો પડે! કોઈ વાંધો નહીં, હું મારી સમગ્ર તપશ્ચર્યાના ફળરૂપે એવો સંકલ્પ કરું કે મરીને આ જ રાજા રાણીનો પુત્ર બનું! બસ, પછી ભોગ-વિલાસ અને આનંદ-પ્રમોદની કોઈ સીમા નહિ રહે!'
પશ્ચિમમુનિને આ વિચાર જી ગયો. એક દિવસ એમણે પોતાના ભાઈ મુનિ પ્રથમની સમક્ષ પોતાની ઇચ્છા પ્રદર્શિત કરી દીધી. તીવ્ર ઇચ્છા પ્રગટ થયા વિના રહેતી નથી. પ્રથમમુનિએ પશ્ચિમમુનિને કહ્યું :
હે મુનિવર, તમે આ શું વાત કરો છો? સંસારના આ ભોગવિલાસની ખાતર તમે સાધુજીવનની મહાનું સાધનાને હોડમાં મૂકવા ચાહો છો? કર્મક્ષય કરવાની સાધનાને તમે ભોગવિલાસ પ્રાપ્ત કરવાનું સાધન બનાવો છો? ભાઈ... ભાઈ... આ તમને ક્યાંથી સૂઝયું? જ્ઞાની ભગવંતોએ જે ભોગવિલાસને ભવભ્રમણનું કારણ બતાવ્યું છે, તેની સ્પૃહા તમને કેમ જાગી ગઈ?'
પશ્ચિમમુનિની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. તેમના મુખ પર પોતાના સંકલ્પની દઢતા હતી. પ્રથમમુનિએ ખૂબ વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં કહ્યું :
‘તમે જે ભોગવિલાસ તરફ આકર્ષાયા છો તે ભંગવિલાસનું સુખ તમને તમારી તપશ્ચર્યાના ફળરૂપે મળી પણ જશે. પરંતુ એ કેટલા કાળ સુધી તમારી પાસે રહેશે? શું એ સુખ સર્વ કાળ તમારી પાસે રહેશે? ના, સંસારનાં તમામ સુખો ક્ષણિક છે, અનિત્ય છે, ક્લેશયુક્ત છે, એ સુખોના ભોગનું પરિણામ દુર્ગતિ છે. તમે શા માટે જાણીબૂઝીને ભડભડતી ભોગની આગમાં કૂદી પડવા તૈયાર થઈ ગયા છો? મારી વાત માનો, તમે મારા બંધુ છો, મહાન પવિત્ર સાધુજીવન જીવી રહ્યા છો. આ તમારો ત્યાગ, તમારી તપશ્ચર્યા, એના પર પાણી ન વાળો.'
For Private And Personal Use Only