________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩. રાવણવધ
બ્રાહ્મ મુહૂર્ત રાવણ શયનત્યાગ કરી, શયનગૃહની બહાર આવ્યો. સુવર્ણખચિત રાજમહેલના નગરાવલોકનઝરૂખામાં જઈ તે ઊભો. તેણે વિશાળ, સમૃદ્ધ અને સૌન્દર્યશાળી લંકાનું દર્શન કર્યું. લંકાના ગગનચુંબી પ્રાસાદો, નંદનવન સમા ઉદ્યાનો, કામદેવની ક્રીડા માટેનાં વિલાસગૃહો અને માનવોને તેમનું અંતિમ ધ્યેય બતાવનારાં ભવ્ય મંદિરો, આ બધું રાવણે પોતાનાં-તન-મન-ધન સીંચીને સર્યું હતું. રાવણ આજે પોતાના સર્જનનું અંતિમ દર્શન કરતો હતો! પણ રાવણ નહોતો જાણતો કે આજનું એનું નગરાવલોકન અંતિમ હતું. તેને પોતાના પરાજયની, પોતાના વધની કલ્પના પણ સ્પર્શી ન હતી. એક હજાર વિઘાઓની અને બહુરૂપિણી વિદ્યાની સિદ્ધિએ મૃત્યુની કલ્પનાને અવકાશ જ નહોતો આપ્યો. એ બધાં કરતાં ય ચઢિયાતું ‘પ્રતિવાસુદેવ'નું “સુદર્શન ચક્ર તેની પાસે હતું. તેની કલ્પના હતી રામ-લક્ષ્મણના વધની, પરંતુ તે કલ્પના પણ કાલે દેવરમણ ઉદ્યાનમાં તેણે ભૂંસી નાંખી હતી. તેણે રામ-લક્ષ્મણને જીવતા પકડીને, લંકામાં લઈ આવીને, તેમને સીતા પાછી સોંપી દેવાની કલ્પના કરી હતી. પોતાની પર સાવ વિરક્ત સીતા ઉપરનો સ્નેહ ઓસરી ગયો હતો.
સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ, તેણે યુદ્ધનાં શસ્ત્ર સજવા માંડ્યાં. આજે ભારે યુદ્ધ-તૈયારીઓ થઈ રહી હતી. સૈન્ય યુદ્ધના મોરચે ગોઠવાઈ રહ્યું હતું. લંકાની સર્વ શક્તિને આજે રાવણે હોડમાં ઉતારી હતી. આજે તેણે અંતિમ નિર્ણય કરી લેવાનો હતો.
સેંકડો રણશુરા સુભટોથી વીંટળાઈને રાવણે પ્રયાણની તૈયારી કરી, મંદોદરીએ લંકાપતિના લલાટે કંકુનું તિલક કર્યું, અક્ષત અને મોતીથી વધાવ્યો. ત્યાં જ થાળમાંથી કંકાવટી જમીન પર પડી ગઈ. પરંતુ રાવણે એના તરફ કોઈ લક્ષ આપ્યું નહીં, તે રથારૂઢ થયો, રથને ગતિ આપવાની આજ્ઞા કરી, ત્યાં જ પુરોહિત બોલ્યા :
રાજેશ્વર, ત્વરા ન કરો, હજુ શુભ શકુન થતા નથી, બલકે અશુભ શુકન થઈ રહ્યા છે.”
પુરોહિતજી, શુકન-અપશુકનની વાતોને હું ગણકારતો નથી. પરાક્રમીને શુકન-અપશુકન શું? રથને આગળ વધારો.”
લંકાપતિ, દિશાઓ ધૂંધળી છે. પક્ષીઓ વરસ સ્વર કરી રહ્યાં છે, માનવ
For Private And Personal Use Only