________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણવધ
૭૧૯ લંકાના મંત્રી-વર્ગે રાવણના અગ્નિદાહ માટેની તૈયારીઓ કરી. ગોશીષચંદનની ચિતા રચાવી. કપૂર, અગરુ વગેરે સુગંધી દ્રવ્યો એકઠાં કર્યો.
ત્યાં સુગ્રીવ કુંભકર્ણ આદિને બંધનમુક્ત કરીને આવી પહોંચ્યો. કુંભકર્ણ રાવણના મૃતદેહને જોઈ રડી પડ્યો. ઇન્દ્રજિત અને મેઘવાહન રાવણના મૃતદેહને વળગી પડી, કરુણ કલ્પાંત કરવા લાગ્યા. શ્રી રામે કુંભકર્ણના ખભે હાથ દઈ કહ્યું :
હે વીરપુરુષ, એક પરાક્રમીને છાજે તેવું વીર મૃત્યુ પામનાર રાક્ષસેશ્વર પાછળ શોક ન કરો. ઉત્તરકાર્યની તેયારી કરો.”
ઇન્દ્રજિત-મેઘવાહનને શ્રી રામે ઊભા કર્યા અને પોતાના બાહુપાશમાં લઈ વાત્સલ્યથી ભીંજવી નાંખ્યા. તેમણે કહ્યું :
“હે વત્સ, તમે શોક ન કરો, આકંદ ન કરો. રાક્ષસેશ્વર રાવણે પરાક્રમથી સ્વર્ગને જમીન પર ઉતાર્યું છે. એ સ્વર્ગને મૂકી એ ચાલ્યા ગયા છે. એ સ્વર્ગ તમારું છે. પિતાના પરાક્રમને તમે વરેલા છો. તમારા જીવમાં સુખશાંતિ અને સમૃદ્ધિ તમે પ્રાપ્ત કરશો.”
શ્રી રામે પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઇન્દ્રજિત-મેઘવાહનનાં આંસુ લૂછયાં. ચિતા તૈયાર થઈ ગઈ હતી. રાવણના દેહને સુગંધીજલથી સ્નાન કરાવી, શ્રેષ્ઠ વસ્ત્રો પહેરાવી, ચિતા પર પધરાવવામાં આવ્યો. પુરોહિતે પવિત્ર શ્લોકોનું ઉચ્ચારણ કરવા માંડ્યું. ઇન્દ્રજિત ચિતામાં અગ્નિ પેટાવ્યો.
મંદોદરીએ કારમી ચીસ નાખી, તે જમીન પર પટકાઈ પડી. ચારે બાજુ રુદનનો હૃદય કંપાવનારો ધ્વનિ ઊઠ્યો. લાખો સુભર્ગો, લાખો પ્રજાજનો, હજારો સ્નેહીજનો અને અંતઃપુરની હજારો રાણીઓ-સહુની આંખોમાંથી આંસુની ધારા, સહુના મુખ પર દુઃખ, આર્કદ અને ગ્લાનિ હતાં.
અગ્નિની જ્વાલાઓ ઊંચે ચઢવા લાગી. ત્રણ ભુવનને આક્રાન્ત કરનાર, બાહુબળ, મંત્રબળ, વિદ્યાબળથી વિશ્વ પર આધિપત્ય સ્થાપનાર, રાક્ષસવંશની સંસ્કૃતિને લંકાથી માંડીને ત્રણેય ખંડમાં વિસ્તારનાર, એ ઐતિહાસિક યુગપુરુષનો દેહ જ્વાલાઓમાં ભસ્મ થઈ ગયો. - શ્રી રામ પરિવારસહિત પાસરોવરમાં સ્નાન કરવા ચાલ્યા. સ્નાન કરી, પાસરોવરના નીરમાં અશ્રુજલનું સંમિશ્રણ કરી, રાવણને જલાંજલિ આપી કુંભકર્ણ, બિભીષણ, ઇન્દ્રજિત, મેઘવાહન, મંદોદરી વગેરેએ પણ પદ્મસરોવરમાં સ્નાન કર્યું અને શ્રી રામ પાસે સહુ એકત્ર થયાં.
For Private And Personal Use Only